ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ચૂંટણીમાં હાર બાદ કમલા હેરિસનું પહેલું નિવેદન, જો બાઈડેને પણ આપી પ્રતિક્રિયા

વોશિંગ્ટન: બુધવારે યોજાયેલી યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી (US Presidential election)માં રેપબ્લીકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)ની જીત થઇ છે, ડોનાલ્ડ ટ્રમ્પ ફરી યુએસએના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસે (Kamala Harris) ટ્રમ્પને મજબૂત ટક્કર આપી હતી. ટ્રમ્પ અને હેરિસને અનુક્રમે 292 અને 224 ઈલેક્ટોરલ કૉલેજ વોટ મળ્યા છે. કમલા હેરિસે હાર બાદ આપેલા નિવેદનમાં પોતાના સમર્થકોનો આભાર માન્યો હતો.

Also read: ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર શેખ હસીનાએ પાઠવી શુભેચ્છા; કહ્યું આ ઐતિહાસિક જીત…

કમલા હેરિસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર સ્વીકારી લીધી હતી. વોશિંગ્ટન ડીસીમાં હાવર્ડ યુનિવર્સિટીમાં એક ભાષણમાં તેમણે તેમના સમર્થકોને આશા જીવંત રાખવા અને તેમના અભિયાનને આકાર આપનારા આદર્શો માટે લડતા રહેવા વિનંતી કરી.

કમલા હેરિસે કહ્યું કે, “આ ચૂંટણીનું પરિણામ એવું નથી આવ્યું જેવું આપણે ઇચ્છતા હતા, પરિણામ એવું નથી આવ્યું જેના માટે આપણે લડ્યા. પરંતુ અમેરિકાને આપેલા વચનનો જીવંત રહેશે, આપણે લડતા રહીશું.”

Also read: અમેરિકાના ચૂંટણીમાં ધમાલ મચાવી Elon Musk-Donald Trump ની જોડીએ, વિશ્વાસ ના હોય તો તમે પણ જોઈ લો…

વોશિંગ્ટનમાં હાવર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપતાં કમલા હેરિસે કહ્યું કે આપણે આ ચૂંટણીના પરિણામોનો સ્વીકાર કરવો જોઈએ. મેં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ટ્રમ્પ સાથે વાત કરી અને તેમને જીત બદલ અભિનંદન પાઠવ્યા. મેં તેમને એમ પણ કહ્યું કે અમે તેમની અને તેમની ટીમ સાથે શાંતિપૂર્ણ રીતે સત્તાનું હસ્તાંતરણ કરીશું.

કમલા હેરિસે કહ્યું કે, “મારા પ્રિય ડગ અને અમારા પરિવાર, હું તમને ખૂબ પ્રેમ કરું છું. રાષ્ટ્રપતિ બાઈડેન તમારા વિશ્વાસ અને સમર્થન બદલ આભાર. ગવર્નર વોલ્ઝ અને તેમના પરિવાર, હું જાણું છું કે આપણા રાષ્ટ્ર માટે તમે સેવા કરતા રહેશો. મારી અસાધારણ ટીમ, સ્વયંસેવકો, મતદાન કાર્યકરો અને સ્થાનિક ચૂંટણી અધિકારીઓએ ઘણું બધું આપ્યું છે. હું તમારો બધાનો આભાર માનું છું.”

Also read: અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી 9000 મતથી જીતી ભારતના ગાઝિયાબાદની દીકરી, જાણો કોણ છે

યુએસના હાલના રાષ્ટ્રપતિ જો બાઈડેને કમલા હેરિસની પ્રસંશા કરી. બાઈડેને ટ્વીટ કરીને કહ્યું કે આજે અમેરિકાએ જે જોયું તે કમલા હેરિસને હું જાણું છું અને હું તેમનો પ્રશંસક છું. કમલા પ્રામાણિકતા, હિંમતવાન અને નૈતિકતા સાથે જાહેર સેવક રહી છે. બાઈડેને કહ્યું કે કમલાને પસંદ કરવી એ મારો શ્રેષ્ઠ નિર્ણય હતો. તે તમામ અમેરિકનો માટે ચેમ્પિયન બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker