ઇન્ટરનેશનલ

‘કમલા હેરિસ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બની શકે છે’, જો બાઈડેને આવું કહી સંકેત આપ્યા કે તેઓ….

અગામી નવેમ્બર મહિનામાં યુએસના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (United States presidential election) યોજવાની છે. યુએસના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેન(Joe Biden)ની માનસિક સ્થિતિ અંગે છેલ્લા ઘણા સમયથી સવાલો ઉભા થઇ રહ્યા છે, બાઈડેનને બદલે બીજા જોઈ નેતાને રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે એવી માંગ ડેમોક્રેટિક પાર્ટી(Democratic Party)માંથી ઉઠી છે. NAACP ના વાર્ષિક સંમેલનને સંબોધિત કરતી વખતે, જો બાઈડેને કહ્યું કે ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ(Kamala Harris) યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસીડેન્ટ બની શકે છે.

81 વર્ષીય જો બાઈડેને કહ્યું કે “તેઓ(કમલા) માત્ર એક ઉત્તમ ઉપરાષ્ટ્રપતિ જ નથી, તેઓ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ પણ બની શકે છે.”

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઈડેનને ઉમેદવાર બનાવવામાં ન આવે તો, કમલા હેરિસ ચોઈસ રહેશે. જો કે, બાઈડેન વહીવટમાં તેની પોતાની ભૂમિકા નક્કી કરવા અસમર્થ હોવા બદલ તેમની ઘણીવાર ટીકા કરવામાં આવી છે.

જો કે, બાઈડેને એવો કોઈ સંકેત આપ્યો નથી કે તે આ રેસમાંથી હટી જવાનું વિચારી રહ્યા છે. બાઈડેને લોકોને કહ્યું કે તેમણે બીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ માટે પહેલેથી જ યોજનાઓ બનાવી લીધી છે.

બાઈડેને ડોનાલ્ડ ટ્રમ્પ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું “ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ અશ્વેત અમેરિકનો માટે નર્ક સમાન હતો હતું.”

રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે ટ્રમ્પ “એક એવા વ્યક્તિ છે જેણે બરાક ઓબામાના જન્મ વિષે જૂઠાણું ફેલાવી રહ્યા છે, અને ટ્રંપ કહી રહ્યા છે કે ઓબામાં અમેરિકામાં જન્મ્યા નથી, તેઓ યુએસ નાગરિક નથી.”

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button