કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત વિરોધી ગતિવિધિઓ કરવામાંથી ઊંચા નથી આવી રહ્યા. તેમણે શોસિયલ મિડીયા પર એવો મેસેજ શેર કર્યો કે આપણે જેયારે કોઇ ખરાબ ભાષા બોલીએ છીએ કે સાંભળીએ છીએ ત્યારે તેની નિંદા કરવી જોઈએ. અને આ બાબતમાં તેમણે હિન્દુઓના સ્વસ્તિક પ્રતીકને નફરત ફેલાવનાર ગણાવતા લખ્યું હતું કે તેઓ સંસદની નજીક નફરતના પ્રતિકો પ્રદર્શિત કરવાની મંજૂરી આપી શકતા નથી. કેનેડિયનોને શાંતિપીર્ણ રીતે ભેગા થવાનો અધિકાર છે પરંતુ અમે યહૂદી વિરોધી ભાવના, ઇસ્લામોફોબિયા જેવી કોઇ પણ પ્રકારની નફરતને ચલાવી લઈશું નહી.
આ અંગે એક બિલ પણ લાવવામાં આવ્યું છે, જે હાલમાં અટકેલું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે સ્વસ્તિકને નફરત સાથે કોઈ લેવાદેવા નથી, તેમ છતાં પશ્ચિમી દેશો તેને વારંવાર તેની સાથે જોડતા રહે છે.
વર્ષ 2022માં કેનેડાની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ દ્વેષપૂર્ણ પ્રતીકો પર એક બિલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ આ યાદીમાં એવા ઘણા પ્રતિકો હતા, જેમના અનુયાયીઓ નિર્દોષ લોકો પર હિંસા આચરતા હતા. અમેરિકા અને યુરોપમાં એક સમયે સક્રિય કુ-ક્લક્સ-ક્લાન જૂથનું હતું જે અશ્ર્વેત લોકોને મારતું હતું. યુરોપના ઈલ્યુમિનાતી જૂથના ચિન્હો પણ તેમાં સામેલ હતા.
સોશિયલ મીડિયા પર લોકો આ ટ્વીટ માટે ટ્રુડોની ટીકા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે સ્વસ્તિકએ પવિત્રતાનું પ્રતિક છે, જ્યારે નાઝીયોનું પ્રતિક હેકેનક્રુઝ નફરતનું પ્રતિક છે. થોડા દિવસ અગાઉ જસ્ટિન ટ્રુડોએ એક નાઝી આતંકવાદીને સંસદમાં બોલાવીને સન્માનિત કર્યો હતો. તેના કારણે પણ તેમની આલોચના થઇ હતી. અને તેના કારણે કેનેડાના સ્પીકરે રાજીનામું આપવું પડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં શીખ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારત પર આરોપ લગાવ્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ છે. ત્યારે હવે કેનેડાના પીએમ હિન્દુ પ્રતીક સ્વસ્તિક પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યા છે.
જો કે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નથી પરંતુ કેનેડાની સંસદમાં આ અંગેનું બિલ રજૂ કરવામાં આવ્યું છે.