તો અમેરિકામાં યુરોપ જેવા આર્થિક સંકટ ઊભા થશે: જેપી મોર્ગનના CEOની મોટી ચેતવણી…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ આધારિત વેપાર નીતિઓએ વિશ્વભરના દેશોને અસર કરી છે અને તેના કારણે ટ્રેડ વોર જેવી સ્થિતિ ઊભી થઈ છે. ભારત, જાપાન અને ચીન જેવા દેશો પણ આનાથી પ્રભાવિત થયા છે. હવે જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડિમોને અમેરિકાની વેપાર વિરોધી નીતિઓને લઈને સૌથી મોટી ચેતવણી આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે જો આવી નીતિઓ ચાલુ રહી તો અમેરિકા યુરોપ જેવા આર્થિક સંકટનું નિર્માણ ઊભું થઈ શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડિમોને અમેરિકાની વેપાર નીતિઓ પર ચેતવણી આપતા કહ્યું છે કે ટ્રેડ-વિરોધી નીતિઓને કારણે મોટી કંપનીઓ શહેરોમાંથી બહાર જઈ રહી છે અને અમેરિકાને યુરોપ જેવી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. મિયામીમાં અમેરિકન બિઝનેસ ફોરમમાં બોલતા ડિમોને ચેતવણી આપતા કહ્યું છે કે જો આ અંગે તાત્કાલિક પગલાં ન લેવાશે તો 30 વર્ષમાં અમેરિકાના યુરોપના જેવી હાલત થશે.
જેમી ડિમોને યુરોપીય અર્થતંત્રોમાં ઘટતી જીડીપી ગ્રોથ અંગે ચેતવણી આપી છે. તેમણે વ્યાપાર સંબંધિત માહોલ નબળું પાડવા માટે ઊંચા કરવેરાની સાથે સાથે ઓવર રેગ્યુલેશનને જવાબદાર ગણાવ્યા છે. ડિમોને ચેતવણી આપી છે કે અમેરિકી શહેરો અને રાજ્યોએ સ્પર્ધાત્મક બની રહેવા માટે હમણા જ પગલા લેવા જોઈએ અન્યથા અનકૂળ નીતિવાળા દેશ-પ્રદેશમાં કંપનીઓ પહોંચી શકે છે, જે રેડ સિગ્નલ બાબત છે.
જેપી મોર્ગન ચેઝ તરફથી અમેરિકા માટે આ મોટી ચેતવણી વિશેષ છે, કારણ કે ટેરિફને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભલે ખજાનો ભરવાના દાવા કરે, પરંતુ મોંઘવારી અને વ્યાપાર ક્ષેત્ર પર તેની ખરાબ અસર જોવા મળી છે અને નિષ્ણાતો તેની ટીકાઓ કરી રહ્યા છે. ડિમોને ચેતવણી આપી છે કે વ્યાપાર વિરોધી વાતાવરણ અપનાવનારા રાજ્યો અને શહેરોને મૂડી રોકાણમાં ઘટાડો અને પ્રતિભાશાળી લોકોના પલાયનનો સામનો કરવો પડશે.
જેમીએ વધુમાં કહ્યું કે વેપાર વિરોધી ધારણા કોઈ પણ રીતે સરેરાશ અમેરિકી નાગરિકોને મદદ કરશે નહીં, તેમાં ઓછા વેતનવાળા લોકો પણ સામેલ છે, પરંતુ હું આ વિચારથી સહમત નથી. તેમણે કહ્યું કે આવી નીતિઓ કર આધારને ઘટાડે છે અને તેમને જ મદદ કરવાના ઉદ્દેશ્યવાળા લોકોને નુકસાન પહોંચાડે છે. ડિમોના મતે કડક પ્રતિબંધો સામાન્ય નિગમોની તુલનામાં નાના-નાના એકમો અને ઓછી આવકવાળાને નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો…અમેરિકાએ ચોરીછૂપીથી કર્યું પરમાણુ બોમ્બનું પરીક્ષણ: જુઓ વીડિયો…



