જૉ બાઈડેનમાં ન્યુરોડિજનરેશનના લક્ષણો દેખાઈ રહ્યા છે! યુએસના ડૉક્ટરે દાવો કર્યો

વોશિંગ્ટન: યુનાઈટેડ સ્ટેટ્સમાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US president election) યોજવાની છે, એ પહેલા યુએસના રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પક્ષ તરફથી સંભવિત ઉમેદવાર જો બાઈડેન(Joe Biden)ની માનસિક સ્થિતિ અંગે વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ન્યુયોર્ક સ્થિત પાર્કિન્સન રોગની સારવારમાં નિષ્ણાત ન્યુરોલોજીસ્ટ ડો. ટોમ પિટ્સ(Dr. Tom Pitts)એ દાવો કર્યો છે કે જો બાઈડેન ન્યુરોડિજનરેશન(Neurodegeneration) થી પીડાઈ રહ્યા છે. બાઈડેનના જાહેર વર્તાવના આધારે પિટ્સે આ મૂલ્યાંકન કર્યું.
યુએસની એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા ડો. ટોમ પિટ્સએ કહ્યું કે તેમનામાં ન્યુરોડિજનરેશનના લક્ષણો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે, તેમને બોલતી વખતે શબ્દો શોધવામાં મુશ્કેલીઓ પડી રહી છે, તેઓ ઘણીવાર કહે છે કે ‘ઓહ, મને શબ્દ નથી મળી રહ્યા’, આ વર્ડ રીટ્રાઈવલ એરિયામાં અસર થવાને કારણે થઇ રહ્યું છે
આ પણ વાંચો…
સ્પેન બે વિક્રમ સાથે યુરોની ફાઇનલમાં, ત્રીજો રેકોર્ડ હાથવેંતમાં
પિટ્સે બાઈડેનના શફલિંગ ગેઇટ(shuffling gait) … નાના પગલાઓ તરફ ધ્યાન દોર્યું. હાથની સ્વિંગ ગુમાવવ તરફ પણ ધ્યાન દોર્યું.
પિટ્સે કહ્યું કે પ્રેસિડેન્ટ સાથે ક્યારેય એક રૂમમાં બેઠો નથી, આથી આ અંગે પુષ્ટિ કરી શકું નહીં. ડૉક્ટર ટોમ પિટ્સએ બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ બંનેની ચાર કલાકની ન્યુરોલોજીકલ ટેસ્ટ લેવા માટે કહ્યું.
પાર્કિન્સનના નિષ્ણાત ડૉ. કેવિન કેનાર્ડને માત્ર આઠ મહિનાના ગાળામાં આઠ વખતથી વધારે વ્હાઇટ હાઉસની મુલાકાત લેતા જોવામાં આવ્યા બાદ પ્રેસિડેન્ટ બાઈડેનની માનસિક સ્થિતિ અંગે ચિંતાઓ ઊભી થઈ હતી. જો કે, જો બિડેનના ચિકિત્સક ડૉ. કેવિન ઓ’કોનોરે તાજેતરમાં સ્પષ્ટતા કરી હતી કે તેઓ એક ન્યુરોલોજીકલ નિષ્ણાત હતા કે જેમણે રાષ્ટ્રપતિ બાઈડેનની સામાન્ય વાર્ષિક તપાસ કરી હતી.