જેફ બેઝોસના લગ્નમાં ‘ગુજ્જુ ગર્લ’ મોના પટેલનો ગ્લેમરસ અંદાજ છવાયો!

વેનિસઃ આ સદીના સૌથી ભવ્ય અને આલીશાન લગ્નો પૈકીના લગ્નની ચર્ચા દુનિયાભરમાં ચર્ચાનું કારણ બની છે, ત્યારે આ લગ્નમાં ગુજ્જુ ગર્લનો લૂકે લાઈમલાઈટ લૂટી છે. વાત કરીએ એમેઝોન કંપનીના સંસ્થાપક જેફ બેઝોસ પત્રકાર લૉરેન સાંચેજ સાથે લગ્નગ્રંથિમાં જોડાવવા જઈ રહ્યા છે. ઈટલી ખાતે યોજાનારા તેમના લગ્નપ્રસંગમાં અનેક જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેફ બેઝોસના લગ્નમાં મોના પટેલ નામની એક ગુજરાતી યુવતી પણ પહોંચી છે. લગ્નમાં તેનો ગ્લેમરસ લૂક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે વડોદરાની રહેવાસી મોના પટેલ આઠ કંપનીની માલિક છે. તેની કંપનીની વેલ્યુ લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં છે. દેખાવે સુંદર એવી મોના પટેલે જેફ બેઝોસના લગ્નમાં તેણે આસપાર દેખાય એવો ડ્રેસ પહેંર્યા છે. જે તેનામાં ગ્લેમરનો તડકો લગાવે છે.તેનો આ લૂક ઈન્ટરનેટ પર પણ ચર્ચનું કેન્દ્ર બન્યો છે. તેણે પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

મોનાનો લૂક કોઈ ફિલ્મી અભિનેત્રીને છાજે એવો છે. તે દરેક વખતે અલગ, સ્ટાઈલિશ અને મોટા લેબલના કપડા પહેરે છે. ઈટલીમાં તેણે ડોલ્સ એન્ડ ગબ્બાના લેબલનું બરગંડી રંગનું ગાઉન પહેર્યું છે. મોના પટેલનું હાઈ નેક સ્ટાઈલનું ગાઉન લેસ ડીટેલિંગવાળું છે. જેના પર ફૂલોની ડિઝાઈનનું ભરતકામ કરવામાં આવ્યું છે. આરપાર હોવાની સાથોસાથ તે બોડી ફિટેડ પણ છે. જે તેના ફિગરને પણ હાઈલાઈટ કરે છે.
ગ્લેમરનો તડકો લગાવવાની સાથે સાથે મોના પોતાના લૂકને સંતુલિત કરવાનું પણ સારી રીતે જાણે છે, જેથી તેણે ગાઉનની નીચે બ્લેક બ્રાલેટ અને મેચિંગ શોર્ટસ પહેર્યા છે, જે ટ્રાન્સપરન્ટ ગાઉનમાં જોવા મળે છે, જ્યારે તેની સાથે તેણે ઓછામાં ઓછા ઘરેણાં પહેરીને પોતાના લૂકને શાનદાર બનાવ્યો છે.

મોનાની જ્વેલરીની વાત કરીએ તો તેણે બહું ઓછા ઘરેણાં પહેર્યા છે. તેણે ગળામાં કશું પણ પહેર્યું નથી, પરંતુ પોતાના લૂકને બેલેન્સ કરવા માટે તેણે કાનમાં ડ્રોપ સ્ટાઈલવાળા ઝૂમકા પહેર્યા છે. જે તેના ચહેરા પર ચાર ચાંદ લગાવે છે. સાથોસાથ તેણે હાથમાં હીરાજડીત વીંટી પહેરી છે. જે તેની સુખ-સમૃદ્ધી અને ધન-વૈભવનું પ્રમાણ પણ આપે છે. આમ મોનાએ વિદેશમાં પોતાનો આગવો ગ્લેમરસ અંદાજ બતાવ્યો છે.
આપણ વાંચો : જેફ બેઝોસે વિશ્વના બીજા સૌથી ધનિકનું સ્થાન ગુમાવ્યું, આ વ્યક્તિએ મેળવ્યું સ્થાન