જાપાને પણ પહલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરી, આતંકી સંગઠન વિરુદ્ધ કાર્યવાહીની માંગ…

ટોક્યો : પીએમ મોદી અને જાપાનના પીએમ શિગેરુ ઈશિબાએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની આકરી ટીકા કરી છે. તેમજ લશ્કરે તૈયબા અને જેશ-એ- મોહમ્મદ જેવા આતંકી સંગઠનોને વિરુદ્ધ યુએન દ્વારા નકકર કાર્યવાહીનું આહવાન કર્યું છે.
તેમજ કહ્યું છે આ હત્યાકાંડના ગુનેગારોને વિના વિલંબે ન્યાયના કઠેડામાં લાવવા જોઈએ.આ સંયુક્ત નિવેદન પીએમ મોદી અને જાપાનના પીએમ શિગેરુ ઈશિબા વચ્ચેની શિખર મંત્રણા બાદ જાહેર કરવામાં આવ્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અહેવાલનો પણ ઉલ્લેખ
આ નિવેદનમાં બંને વડા પ્રધાને આતંકીઓને ફંડીગ અને આંતર રાષ્ટ્રીય ગુના સાથે તેમના કનેકશને સમાપ્ત કરવા અનેઆતંકીઓને સીમા પારથી ઘુસણખોરીને રોકવા પણ અપીલ કરવામાં આવી.
તેમણે 22 એપ્રિલ 2025ના રોજ પહલગામ આતંકી હુમલાની આકરી ટીકા કરી હતી. તેમજ 29 જુલાઈના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં આતંકી સંગઠન ટીઆરએફનો ઉલ્લેખ હતો.

આતંકીઓના સલામત આશ્રયસ્થાનોનો નાશ કરવો
પીએમ મોદીએ વધુમાં માહિતી આપી હતી કે આ આંતકી હુમલાની ટીઆરએફએ જવાબદારી લીધી છે. જે અંગે જાપાનના વડા પ્રધાન ઇશિબાએ ચિંતા વ્યક્ત કરી હતી.

તેમણે આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો અને નાણાકીય સહાયકોને કોઈપણ વિલંબ વિના ન્યાયના કઠેડામાં લાવવા હાકલ કરી હતી.

આ બંને નેતાઓએ એ જણાવ્યું કે આતંકીઓના સલામત આશ્રયસ્થાનોનો નાશ કરવો, આતંકવાદી ભંડોળ ચેનલોને દૂર કરવી અને આતંકવાદ અને આંતરરાષ્ટ્રીય ગુના વચ્ચે અસ્તિત્વમાં રહેલા નેટવર્કને તોડવું હિતાવહ છે.
આતંકી સંગઠનો અને સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાનું આહ્વાન
જયારે જાપાનના પીએમ શિગેરુ ઈશિબાએ અલ કાયદા, આઈએસઆઈએસ , લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને તેમના સહાનુભૂતિ ધરાવતા તમામ યુએન સૂચિબદ્ધ આતંકી સંગઠનો અને સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવાનું આહ્વાન કર્યું હતું.

આ પણ વાંચો…પીએમ મોદીએ કહ્યું ભારતની વિકાસ યાત્રામાં જાપાન સહભાગી, અમારી નીતિઓ પારદર્શી