જાપાનમાં 10 જ મિનિટમાં 26,000 ફૂટ નીચે ઉતર્યું બોઇંગ વિમાન, સેફ લેન્ડિંગ કરાયું

શાંઘાઈ : અમદાવાદના પ્લેન ક્રેશ બાદ હવાઇ મુસાફરોની ચિંતામાં વધારો થયો છે. જેમાં હાલમાં જ જાપાનમાં બીજું એક બોઇંગ 737 વિમાન અકસ્માતથી માંડ માંડ બચ્યું છે. આ બોઇંગ વિમાન ચીનથી જાપાનની રાજધાની ટોક્યો જઈ રહ્યું હતું. જ્યારે વિમાને શાંઘાઈથી ઉડાન ભરતાની સાથે જ વિમાનમાં ખામી સર્જાઈ અને અચાનક નીચે આવવા લાગ્યું.
વિમાનને લગભગ 26 હજાર ફૂટ ઉપરથી પડતું જોઈને મુસાફરોએ તેના પર આખરી સંદેશા લખ્યા. જોકે, અંતે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. જેમાં મીડિયા અહેવાલ અનુસાર આ બોઇંગ વિમાનમાં 191 મુસાફરો સવાર હતા. જેમાં ક્રૂ સભ્યો સહિત 200 લોકો હતા. મોટાભાગના મુસાફરો ચીનના હતા જેઓ જાપાનના ટોક્યો જઈ રહ્યા હતા.
આપણ વાંચો: એર ઇન્ડિયાએ ચિંતા વધારી! વધુ એક ડ્રીમલાઇનર વિમાનમાં ખામી સર્જાઈ, હોંગકોંગથી દિલ્હી આવતી હતી ફ્લાઇટ
કેબિનમાં કોઈ ટેકનિકલ ખામી હતી
જાપાન સરકારના જણાવ્યા અનુસાર, કેબિનમાં કોઈ ટેકનિકલ ખામી હતી. જેને પાઇલોટ્સે સુધારવાનો પ્રયાસ શરૂ કર્યો. આ સમય દરમિયાન વિમાનને 10 મિનિટમાં 26000 ફૂટની ઊંચાઈથી નીચે આવ્યું હતું.
પ્રારંભિક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે વિમાને કેબિનમાં હવાનું દબાણ જાળવી રાખતી પ્રેશરાઇઝેશન સિસ્ટમમાં ખામી અંગે ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ત્યારે પાઇલટ્સે એર ટ્રાફિક કંટ્રોલરનો સંપર્ક કર્યો હતો.
આપણ વાંચો: ક્રેશ થયેલા વિમાનમાં અગાઉ પણ ખામી સર્જાઈ હતી! સોશિયલ મીડિયા પર ક્રેશના કારણોની ચર્ચા
એર હોસ્ટેસની ચેતવણીથી ગભરાટ ફેલાયો હતો
ફ્લાઇટ નીચે ઉતરતાની સાથે જ એર હોસ્ટેસે ચેતવણી જાહેર કરી હતી. ચેતવણી સાંભળતાની સાથે જ ફ્લાઇટમાં ગભરાટ ફેલાઈ ગયો. લોકો ચીસો પાડવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. કેટલાક લોકોએ તરત જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું. જયારે કેટલાક લોકોએ તેમની છેલ્લી ઇચ્છા લખવાનું શરૂ કર્યું.
વિમાનને ઉતરાણ પછી 1 કલાક સુધી મૂકી રાખવામાં આવ્યું હતું
એક મુસાફરે વિમાનને નીચે પડતું જોઈને લખ્યું – મારું શરીર હજી પણ અહીં છે. મારા પગ ધ્રૂજી રહ્યા છે. જ્યારે તમે જીવન કે મૃત્યુનો સામનો કરો છો, ત્યારે બાકીનું બધું નજીવું લાગે છે. વિમાનને ઉતરાણ પછી 1 કલાક સુધી મૂકી રાખવામાં આવ્યું હતું. આ પછી જ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે જાપાન એરલાઇન્સનું કહેવું છે કે તેણે તમામ મુસાફરોને વળતર તરીકે લગભગ 10 હજાર રૂપિયાની ઓફર કરી છે. એરલાઇન કંપનીએ આ અંગે દિલગીરી વ્યક્ત કરી હતી.