પીએમ મોદીને ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી

રોમ : ભારતના વડાપ્ર્ધાન નરેન્દ્ર મોદીનો આજે 75 મો જન્મ દિવસ છે. ત્યારે તેમને દેશ વિદેશના નેતાઓ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જેમાં ઇટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીએ પણ પીએમ નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
મેલોનીએ તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પીએમ મોદી સાથેનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં કેપ્શન આપ્યું છે, “ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના 75મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ. તેમની શક્તિ, તેમનો દૃઢ નિશ્ચય અને લાખો લોકોનું નેતૃત્વ કરવાની તેમની ક્ષમતા પ્રેરણાનો સ્ત્રોત છે.
મિત્રતા અને આદર સાથે, હું તેમના સ્વાસ્થ્ય અને ઉર્જાની ઇચ્છા કરું છું જેથી તેઓ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી શકે અને આપણા દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવી શકે.”
આપણ વાંચો: 75માં જન્મદિવસે સોશિયલ મીડિયા પર વધી PM મોદીની લોકપ્રિયતા: જાણો સોશિયલ મીડિયા પર કેટલા છે ફોલોઅર્સ…
ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી
આ ઉપરાંત આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પીએમ મોદીને શુભેચ્છા પાઠવી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઈટ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, મેં મારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પણ સારી વાતચીત કરી છે.
મેં તેમને જન્મ દિવસ પર ખુબ શુભેચ્છા પાઠવી છે. તે ખુબ કાર્ય કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી રુસ – યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટે તમારા સમર્થન માટે આભાર …
આપણ વાંચો: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મદિવસની શુભેચ્છા પાઠવી, પીએમ મોદીએ આ રીતે માન્યો આભાર…
પીએમ મોદીની વૈશ્વિક નેતા તરીકેની ઓળખ ઉભી થઈ
ઉલ્લેખનીય છે જે, પીએમ મોદીએ વર્ષ 2014 બન્યા બાદ અનેક દેશોની મુલાકાત લીધી છે. જેના લીધે ભારતને આંતરરાષ્ટ્રીય ધોરણે ઓળખ અપાવી છે. તેમની વિદેશ નીતિ સમગ્ર વિશ્વના ચર્ચા રહી છે.
તેમજ પીએમ મોદીની વૈશ્વિક નેતા તરીકેની ઓળખ ઉભી થઈ છે. તેમની વિદેશ નીતિના લીધે અનેક દેશો સાથે સંબધોમાં સુધાર પણ આવ્યા છે. જેમાં વિશ્વની મહાશકિતઓ રશિયા, ચીન અને અમેરિકા પણ તેમની નીતિઓથી પ્રભાવિત થયા છે.