ઇટાલીમાં દરિયા કિનારા પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ! 26 લોકોના મોત, અનેક લાપતા | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇટાલીમાં દરિયા કિનારા પાસે એક મોટી દુર્ઘટના સર્જાઈ! 26 લોકોના મોત, અનેક લાપતા

ઇટાલી: ઇટાલીના લેમ્પેડુસા ટાપુ નજીક એક મોટી દુર્ઘટના (Italy Boat Capsizes) સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આશરે 100 લોકો સ્થળાંતર કરી રહ્યાં હતા તેમની બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આશરે 26 લોકોનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સાથે અનેક લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે. ઇટાલિયન કોસ્ટ ગાર્ડ અને સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ આ ઘટના અંગે માહિતી આપી હતી.

60 સ્થળાંતર કરનારાઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, 60 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા 60 લોકોને લેમ્પેડુસાના એક કેન્દ્રમાં લાવવામાં આવ્યા છે. લિબિયાથી નીકળતી વખતે હોડીમાં 92 થી 97 લોકો સવાર હતા. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક 26 છે, પરંતુ આ આંકડો વધી શકે તેવી સંભાવનાઓ છે. અત્યારે બચાવકાર્ય ચાલી રહ્યું છે.

બે બોટમાં 95 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું

આ દુર્ઘટનામાં જેટલા લોકોનો જીવ બચી ગયો છે તેમના નિવેદનો લેનામાં આવ્યાં છે. આ નિવેદનોના આધારે જાણવા મળ્યું છે કે, બે બોટમાં 95 લોકો સવાર હતા અને તે લીબિયાથી નીકળ્યાં હતા. જ્યારે બેમાંથી એક બોટમાં પાણી ભરવાનું શરૂ થયું, ત્યારે બધા મુસાફરોને બીજી બોટમાં ખસેડવામાં આવ્યા જે ફાઇબરગ્લાસથી બનેલી હતી અને તે વધુ વજનને કારણે પલટી ગઈ હતી. જેથી 26 લોકોનું અકાળે મોત થયું છે.

આ વર્ષે 2025માં 675 સ્થળાંતર કરનારાઓના મોત થયા

મહત્વની એ છે કે, આ પહેલી ઘટના નથી. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીએ જણાવ્યું તે પ્રમાણે, આ દુર્ઘટનાને બાદ કરતા આ વર્ષે મધ્ય ભૂમધ્ય માર્ગ દ્વારા ઇટાલી પહોંચવાનો પ્રયાસ કરતા અત્યાર સુધીમાં 675 સ્થળાંતર કરનારાઓના મોત થયા છે. આંકડાની વાત કરવામાં આવે તો, 2025 ના પહેલા છ મહિનામાં 30,060 શરણાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ સમુદ્ર માર્ગે ઇટાલી પહોંચ્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 16 ટકા વધારે છે. જેમાંથી 675 લોકો કોઈને કોઈ દુર્ઘટનાના કારણે મોતને ભેટ્યાં હતા.

આ પણ વાંચો…આ દેશના દરિયાકાંઠે બોટ પલટી જતાં મોટી દુર્ઘટના, 68નાં મોત અને 74 ગુમ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button