ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂને ફૂડ પોઇઝનિંગ થયું, ત્રણ દિવસ વર્ક ફ્રોમ હોમ કરશે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂને ફૂડ પોઇઝનિંગ થયું, ત્રણ દિવસ વર્ક ફ્રોમ હોમ કરશે

તેલ અવિવ: મધ્યપૂર્વનાં એક માત્ર બિન-ઇસ્લામિક દેશ ઇઝરાયલે ઘણા દેશો સાથે યુદ્ધ છેડ્યું છે, એવામાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Israeli PM Benjamin Netanyahu)ની ભૂમિકા મહત્વની થઇ ગઈ છે. 75 વર્ષીય નેતન્યાહૂ છેલ્લા ઘણાં સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. એવામાં અહેવાલ છે કે નેતન્યાહૂ ફૂડ પોઇઝનિંગનો ભોગ બન્યા છે, જેના કારણે તેઓ વડાપ્રધાન કાર્યાલયમાં હાજર નહીં રહી શકે, તેઓ ત્રણ દિવસ વર્ક ફ્રોમ હોમ કરશે.

ઇઝરાયલના વડાપ્રધાન કાર્યલયના જણાવ્યા મુજબ ફૂડ પોઇઝનિંગને કારણે બેન્જામિન નેતન્યાહૂ આંતરડાના સોજો આવી ગયો છે. તેમને ડિહાઇડ્રેશનનું પણ થયું છે, જેના તેમને પ્રવાહી આપવામાં આવી રહ્યા છે. એક અહેવાલ મુજબ ડોક્ટરોની સલાહ મુજબ આગામી ત્રણ દિવસ માટે તેઓ ઘરેથી જ પોતાની ફરજો બજાવશે.

નેતન્યાહૂ સામે ભ્રષ્ટાચારના આરોપ:

ઇઝરાયલના એક અહેવાલ અનુસાર, નેતાન્યાહુ બીમાર થતાં તેમની સામે કરવામાં આવી રહેલી ભ્રષ્ટાચારના કેસની કાર્યવાહી ફરી એકવાર મુલતવી રાખવામાં આવી છે. વર્ષ 2020ના મે મહિનામાં તેમની સામે શરૂ થયેલી કાર્યવાહી વારંવાર મુલતવી રાખવામાં આવી છે. નેતન્યાહૂ અને તેમની પત્ની સારા પર અબજોપતિઓ પાસેથી સિગાર, ઘરેણાં અને શેમ્પેન સહિત $260,000 થી વધુ કિંમતની લક્ઝરી વસ્તુઓ લાંચ તરીકે લેવાનો આરોપ છે. તેમની સામે બે અન્ય કેસો પણ ચાલી રહ્યા છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમના તરફેણમાં મીડિયા રિપોર્ટીંગ માટે તેમણે દબાણ કર્યું હતું.

આ ઉપરાંત ઇન્ટરનેશનલ ક્રિમીનલ કોર્ટે નેતાન્યાહુને વોર ક્રિમીનલ જાહેર કર્યા છે અને તેમની સામે ધરપકડનું વોરંટ પણ જાહેર કર્યું છે.

નેતન્યાહૂની સ્વાસ્થ્ય સમસ્યા:

નોંધનીય છે કે ગત ડિસેમ્બર મહિનામાં, નેતન્યાહૂના પ્રોસ્ટેટ દૂર કરવાની સર્જરી કરવામાં આવી હતી, માર્ચ 2024માં તેમને હર્નિયાનું ઓપરેશન કરાવ્યું હતું. વર્ષ 2023 માં, નેતન્યાહૂના હૃદયમાં સમસ્યા બાદ પેસમેકર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેના એક અઠવાડિયા પહેલા, તેમને ડિહાઇડ્રેશન થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગાઝામાં ભૂખમરો:

નોંધનીય છે કે છેલ્લા 20 મહિનાથી ઇઝરાયલના રોકેટમારાને કારણે ગાઝામાં 80 ટકા ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાશ પામ્યું છે, લગભગ 60,000 પેલેસ્ટોનિયન નાગરીકોના મોત નીપજ્યા છે, 3 લાખથી વધુ પેલેસ્ટોનિયન નાગરીકો લાપતા છે. ઇઝરાયલની નાકાબંધીને કારણે માનવતાવાદી સહાય ગાઝા સુધી પહોંચી નથી રહી, જેને કારણે ગાઝામાં કૃતિમ દુકાળની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે લાખો લોકો ભૂખ અને તરસથી મૃત્યુ પામે તેવી શક્યતા છે, એક અહેવાલ મુજબ છેલ્લા 48 કલાકમાં ભૂખને કારણે 100 જેટલા બાળકોના મોત થયા છે.

આ પણ વાંચો…ઇઝરાયલે ગાઝાના એક માત્ર કેથલિક ચર્ચ પર હુમલો કર્યો; ત્રણના મોત; નેતન્યાહૂએ માફી માંગી

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button