ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ગાઝામાં ઇઝરાયેલી આર્મીનું ઘૃણાસ્પદ કૃત્ય; યુએનના 15 મેડિકલ કર્મચારીઓની નિર્મમ હત્યા, મૃતદેહો સાથે ક્રૂરતા

તેલ અવિવ: હમાસ સાથે સીઝફાયર કરાર પૂરો થયા બાદ ઈઝરાયેલી સેનાએ ગાઝા પર વધુ જોરથી હુમલા શરુ (Israel attack on Gaza) કર્યા છે. ઇઝરાયેલ સતત બોમ્બમારો કરીને ગાઝામાં નરસંહાર (Genocide) કરી રહ્યું છે, જેમાં હજારો નિર્દોષ નાગરીકોના મોત નીપજ્યા છે. ઇઝરાયેલ યુનાઈટેડ નેશન્સ દ્વારા નિયુક્ત યુદ્ધના તમામ નિયમોને અવગણી રહ્યું છે, એવામાં ઇઝરાયેલી સેનાએ આચરેલા એક જઘન્ય કૃત્યની દુનિયાભરમાં ટીકા કરવામાં આવી રહી છે. ઈઝરાયેલે ગત 23 માર્ચના રોજ ગાઝાના રફાહ વિસ્તારમાં મેડિકલ અને ઈમરજન્સી કર્મચારીઓની નિર્મમ (Israel Killed medics) હત્યા કરી હતી.

https://twitter.com/i/status/1908473193142034848

અહેવાલ મુજબ ઈઝરાયેલે ગોળીબાર કરીને 15 મેડિકલ અને ઈમરજન્સી કર્મચારીઓની હત્યા કરી હતી.. ત્યારબાદ ઇઝરાયેલી સેનાએ તમામ મૃતદેહને રેતીમાં દાટી દીધા હતાં. દિવસો બાદ મૃતદેહો વિકૃત હાલતમાં મળી આવ્યા હતા. યુનાઈટેડ નેશન્સ સહિત વિશ્વભરના દેશોએ આ ઘટના અને ગાઝાની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

હુમલામાં માર્યા ગયેલા લોકો પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ, સંયુક્ત રાષ્ટ્ર અને ગાઝા સિવિલ ડિફેન્સ સાથે સંકળાયેલા હતા. હવે આ ઘટનાનો વીડિયો પણ મળી આવ્યો છે.

આપણવાંચો: અમેરિકામાં સરકાર વિરુદ્ધ જુવાળ! તમામ 50 રાજ્યોમાં ટ્રમ્પ-મસ્ક વિરોધી રેલીઓ નીકળી

ઈઝરાયેલીના પોકળ દાવા:
શરૂઆતમાં ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ (IDF) એ અગાઉ આ ઘટનાને આતંકવાદીઓ સામે બદલો લેવાની કાર્યવાહી ગણાવી હતી, પરંતુ હવે સેનાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેણે સ્વીકાર્યું કે તેની સેનાએ નિઃશસ્ત્ર લોકોને ગોળી મારીને મારી નાખ્યા હતા.

આ ઘટનાનો વીડિયો એક મૃતક પેરામેડિકના ફોન પર મળી આવ્યો હતો. આ વીડિયોને કારણે ઇઝરાયલી સૈન્યના શરૂઆતના દાવા પોકળ સાબિત થયા છે. વિડીયો બતાવે છે કે વાહનો પર હેડલાઇટ અને ઓળખ ચિહ્નો સ્પષ્ટપણે દેખાતા હતાં. સેનાએ બાદમાં પોતાનું નિવેદન બદલ્યું અને સ્વીકાર્યું કે માર્યા ગયેલા બધા કર્મચારીઓ નિઃશસ્ત્ર હત.

અહેવાલ મુજબ ઇઝરાયલ પાસે કોઈ પુરાવ નથી કે આ લોકો હમાસ સાથે જોડાયેલા હતાં. IDF અનુસાર, હુમલા પછી, પ્રાણીઓથી બચાવવા માટે મૃતદેહોને રેતીમાં દાટી દેવામાં આવ્યા હતા અને રસ્તો સાફ કરવા માટે વાહનો ખસેડવામાં આવ્યા હતા

એક અઠવાડિયા પછી, જ્યારે આ વિસ્તારમાં પ્રવેશ શક્ય બન્યો ત્યારે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા મૃતદેહો મળી આવ્યા. UNને તેના કર્મચારીઓના મૃતદેહો વિકૃત હાલતમાં મળ્યા. પેલેસ્ટિનિયન રેડ ક્રેસેન્ટ, યુનાઇટેડ નેશન્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોએ આ ઘટનાની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની હાકલ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button