ગાઝા યુદ્ધ: ઇઝરાયલની સેનાનું મોટું ઓપરેશન શરૂઃ લોકોને શહેર છોડવા આપી ચેતવણી

જેરૂસલેમ: ઇઝરાયલી સેનાએ ગાઝા શહેરમાં સત્તાવાર રીતે “વિસ્તૃત લશ્કરી કાર્યવાહી”ની શરૂઆત કરી હતી. ઈઝરાયલની સેનાએ કહ્યું હતું કે આ કાર્યવાહી હમાસના લશ્કરી માળખાને સંપૂર્ણપણે નષ્ટ કરવા માટે કરવામાં આવી રહી છે. ઇઝરાયલે ચેતવણી આપી હતી કે ગાઝા શહેરના લોકોને તત્કાળ દક્ષિણ તરફ જતા રહેવું જોઈએ.
ઇઝરાયલી સેનાના પ્રવક્તા અવિચે અદ્રાઈની આ જાહેરાત સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝના નિવેદન બાદ કરવામાં આવી હતી જેમાં તેમણે કહ્યું હતું કે “ગાઝા સળગી રહ્યું છે” અને ઇઝરાયલ-હમાસ યુદ્ધને વધુ ઉગ્ર બન્યું છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ઇઝરાયલ બાદ કતાર પહોંચ્યા હતા જ્યાં તેમણે તેના શાસક અમીર સાથે મુલાકાત કરશે કારણ કે ગયા અઠવાડિયે ઇઝરાયલના હુમલાથી કતાર હજુ પણ ગુસ્સામાં છે. ઈઝરાયલના હુમલામાં હમાસના પાંચ સભ્યો અને એક સ્થાનિક સુરક્ષા અધિકારી માર્યા ગયા હતા.
નોંધનીય છે કે એક શિખર સંમેલનમાં આરબ અને મુસ્લિમ દેશોએ કતારમા ઈઝરાયલના હુમલાની નિંદા કરી હતી પરંતુ તેઓએ ઇઝરાયલને લક્ષ્ય બનાવતી કોઈપણ મોટી કાર્યવાહી કરી નહોતી. જોકે, ઇજિપ્તે ઇઝરાયલનો વર્ષોમાં પહેલીવાર “દુશ્મન” તરીકે ઉલ્લેખ કર્યો હતો.
રૂબિયોએ ઇઝરાયલમાં પત્રકારો સાથે વાત કરતા સંકેત આપ્યા હતા કે ગાઝા સિટી પર હુમલો શરૂ થઈ ગયો છે. તેમણે કહ્યું હતું કે “અમને લાગે છે કે કરાર માટે અમારી પાસે ખૂબ જ ઓછો સમય છે. અમારી પાસે હવે મહિનાઓ નથી અને અમારી પાસે કદાચ દિવસો અને કદાચ થોડા અઠવાડિયા છે તેથી તે એક મહત્વપૂર્ણ ક્ષણ છે.
રૂબિયોએ કહ્યું હતું કે “યુદ્ધ કરતાં ખરાબ એકમાત્ર વસ્તુ લાંબા સમય સુધી યુદ્ધ ચાલે તે છે. કોઈક સમયે આનો અંત આવવો જ જોઈએ. ઈઝરાયલના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે મિશન પૂર્ણ ન થાય ત્યાં સુધી પાછા ફરીશું નહીં.”
સંયુક્ત રાષ્ટ્રએ સોમવારે અંદાજ લગાવ્યો હતો કે ગયા મહિનામાં 220,000થી વધુ પેલેસ્ટિનિયનો ઉત્તર ગાઝાથી ભાગી ગયા છે, જ્યારે ઇઝરાયલી સૈન્યએ ચેતવણી આપી હતી કે બધા રહેવાસીઓએ ગાઝા શહેર છોડી દેવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેનિયલ મેરોને કહ્યું હતું કે ગાઝામાં ઇઝરાયલના ઉદ્દેશ્યો સ્પષ્ટ છે. ઇઝરાયલ ગાઝામાં તેના અભિયાન સાથે “આગળ વધી રહ્યું છે” અને તેના ઉદ્દેશ્યો “સ્પષ્ટ” છે.
આ પણ વાંચો…ઇઝરાયલે ગાઝા શહેર ખાલી કરવા લોકોને ચેતવણી આપી, અલ-મવાસી જવા સૂચના