ઇઝરાયેલ ઇરાન પર વધુ ભિષણ હુમલા કરશે; સેના પ્રમુખે આપી ચેતવણી

તેલ અવિવ: ઈઝરાયેલે ઈરાનના પરમાણુ સ્થળો અને મીલીટરી સ્થળો પર એર સ્ટ્રાઈક કરીને મધ્ય પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા તણાવની આગમાં ઘી હોમવા કામ કર્યું છે. હવે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી (Israel-Iran War) થઇ છે, બંને તરફે રોકેટમારો થઇ રહ્યો છે. આજે ઈરાને કરેલા હુમલાને કારણે ઇઝરાયેલમાં 10 લોકોના મોત થયા છે. હવે ઇઝરાયેલ ઈરાન પર એક મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે, ઈઝરાયેલે ઈરાનને ચેતવણી આપી છે.
ઈઝરાયેલી સેનાએ મોટા હુમલાઓનો સંકેત આપ્યો છે. ઈઝરાયેલી સેનાએ રવિવારે ઈરાનને લશ્કરી શસ્ત્ર ઉત્પાદન ફેક્ટરીઓ તાત્કાલિક ખાલી કરવાની ચેતવણી આપી હતી. આ ચેતવણી પછી ઈરાનના ઘણા શહેરોમાં ડરનો માહોલ છે, ભવિષ્યમાં આ યુદ્ધ વધુ ભીષણ બની શકે છે.
ઇઝરાયેલી સેનાના પ્રવક્તા કર્નલ અવિચે આદ્રાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ફારસી ભાષામાં ઈરાનને ચેતવણી આપી હતી. આદ્રાઈએ અગાઉ ગાઝા પટ્ટી, લેબનોન અને યમનમાં પણ હુમલાનો સંકેત આપ્યો હતો.
ઈરાને યુદ્ધ વિરામ માટે તૈયારી દર્શાવી:
વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને યુદ્ધ વિરામ માટે તૈયારી દર્શાવી હતી. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીના આપ્યું હતું કે જો ઇઝરાયેલ ઈરાન હુમલા બંધ કરશે, તો ઈરાન પણ ઇઝરાયલ પરના હુમલા બંધ કરશે.
બીજી તરફ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે ઇઝરાયેલના અત્યાર સુધી કરેલા હુમલા આગામી દિવસોમાં થનારા હુમલાઓની સરખામણીમાં કંઈ નથી. ઇઝરાયેલ ઈરાન પર વધુ ભીષણ હુમલા કરશે.
ઇઝરાયેલ શાંતિ બદલે યુદ્ધનો માર્ગ પસંદ કરી રહ્યું રહ્યું હોય એવું લાગે છે, જેને કારણે હજારો લોકોના મોત થઇ શકે છે. આ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રને માઠી અસર પડી શકે છે.
આ પણ વાંચો…ઈરાનના હુમલામાં ઈઝરાયલના 3 નાગરિકના મોત, રક્ષા મંત્રીએ કહી આ વાત