ઇન્ટરનેશનલ

ઇઝરાયલ VS હમાસ: આ દેશના વિદેશ પ્રધાને આપ્યું સૌથી મોટું નિવેદન

દોહાઃ ઈરાનની મદદથી પેલેસ્ટાઈનના કુખ્યાત આતંકવાદી સંગઠન હમાસની હિંમત વધી ગઈ છે. ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઇરાનના વિદેશ પ્રધાન હોસેન અમીરાબ્દોલ્લાહિયાને શનિવારે રાત્રે કતારમાં હમાસના નેતા ઇસ્માઇલ હનીયેહ સાથે મુલાકાત કરી હતી અને હમાસના હુમલાને યોગ્ય ગણાવ્યા હતા. તમારી જાણ ખાતર જનાવવાનું કે આતંકવાદી જૂથના મુખ્ય નેતા હનીયેહ હમાસની રાજકીય પાંખ સાથે સંકળાયેલો છે. તે 2019ના અંતથી કતારમાં રહે છે. અલબત્ત, ઈરાને ઈઝરાયલ પર હમાસના હુમલા પર આનંદ વ્યક્ત કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મહિનાની સાતમી તારીખે હમાસના ઈઝરાયલ પર હવાઈ હુમલા બાદ ઈરાની અધિકારીઓ સાથે હનીયેહની આ પહેલી સત્તાવાર મુલાકાત કરી હતી અને હવે એવું માનવામાં આવે છે કે ઈરાનના વિદેશ પ્રધાન હમાસ અને પેલેસ્ટિનિયન નાગરિકોના લક્ષ્યોને પૂર્ણપણે હાંસલ કરવા માટે સહયોગ કરવા માટે સંમત થયા છે.

હમાસના એક નિવેદનને ટાંકીને મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હનીયેહે કહ્યું હતું કે આ યુદ્ધ પછી જે પણ થશે તે એક નવો ઈતિહાસ હશે. ઈરાનના વિદેશ પ્રધાને દક્ષિણ ઈઝરાયલમાં હમાસના હુમલા અને નાગરિકો અને સૈનિકોના અપહરણને ગૌરવપૂર્ણ ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ સતત આરોપ લગાવી રહ્યું છે કે હુમલામાં ઈરાનનો હાથ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button