ઇન્ટરનેશનલ

ઈઝરાયલ વિરુદ્ધ હમાસઃ યુદ્ધ વિરામના અહેવાલ વચ્ચે આવ્યા સારા સમાચાર

ગાઝાપટ્ટીઃ અહીં સાતમી ઓક્ટોબરથી ઈઝરાયલ અને આતંકવાદી સંગઠન હમાસની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે હજારો લોકોના મોત પછી આજે સત્તાવાર રીતે બંને પક્ષ વચ્ચે 96 કલાકનો યુદ્ધ વિરામ જાહેર કરવામાં આવ્યો છે. આ યુદ્ધવિરામના સમાચાર વચ્ચે હમાસે અમુક બંધકોને રેડ ક્રોસને સોંપવામાં આવ્યા હોવાનું એક અહેવાલમાં જણાવ્યું હતું.

આ સમજૂતી કરારને આજથી એટ્લે કે શુક્રવાર તારીખ 24 નવેંમ્બર 2023થી લાગુ કરવામાં આવ્યો છે જેથી ગાઝા પટ્ટી પર આગામી ચાર દિવસ સુધી યુદ્ધ બંધ રહેશે. હમાસે પણ ગાઝામાં બંધક બનાવેલા ઈઝરાયલી નાગરિકોના પહેલા ગ્રૂપને સાત અઠવાડીયા સુધી બંધક રાખ્યા બાદ રવાના કર્યો હતો.

હમાસ દ્વારા છોડવામાં આવેલું પહેલું ગ્રુપ હાલમાં રેડ કોર્સની આંતરરાષ્ટ્રીય સમિતિના સભ્યો પાસે છે. આ લોકોને દક્ષિણ ગાઝામાં રફા ક્રોસિંગ પાર કરીને ઈઝરાયલમાં એમ્બ્યુલન્સ વડે સુરક્ષિત પહોચડવામાં આવશે. મુક્ત કરવામાં આવેલા પહેલા ગ્રુપમાં મહિલા અને બાળકો મળીને 13 લોકોને છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત, હમાસ દ્વારા 12 થાઇલેન્ડના નાગરિકોને પણ છોડવામાં આવ્યા છે.

થાઇલેન્ડના નાગરિકોને પણ છોડવામાં આવતા થાઇલેન્ડના વડાપ્રધાને ટ્વીટ કરી આ મામલે માહિતી આપી હતી. તેમણે લખ્યું કે થાઇલેન્ડના 12 નાગરિકોને છોડવામાં આવ્યા હોવાની વાતની સુરક્ષા વિભાગ અને વિદેશ મંત્રાલયે પણ સમર્થન આપ્યું હતું. થાઇલેન્ડ એમ્બેસીના અધિકારીઓએ ટૂંક સમયમાં થાઇલેન્ડના આ 12 નાગરિકોને લેવા માટે ઈઝરાયલ જવા નીકળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button