ઈઝરાયલ VS હમાસઃ 20 દિવસમાં ગાઝાના થયા બેહાલ, સેટેલાઈટ ઈમેજ જારી
જેરુસલેમ: મેક્સાર ટેકનોલોજી દ્વારા સેટેલાઈટ ઈમેજ જારી કરી છે, જેમાં એટેક પહેલા અને પછીની તસવીરની તુલના કરવામાં આવી છે. રહેવાસી વિસ્તારોમાં ચારેબાજુ બેહાલ લોકોના દ્રશ્યો જોવા મળ્યા છે.
ઈઝરાયલના સૈનિકો અને ટેન્કો ગઈકાલે રાત્રે ઉત્તર ગાઝામાં થોડા સમય માટે પ્રવેશ્યા હતા, જેમાં અનેક જગ્યાઓને તોડફોડ કરીને મોટી જાનહાનિના સમાચાર છે. છેલ્લા બે અઠવાડિયાથી વધુના ભારે હવાઈ હુમલાઓ બાદ વ્યાપક જમીની હુમલાઓ કરીને અનેક આતંકવાદી લક્ષ્યોને નષ્ટ કર્યાં હતાં.
ઈઝરાયલની આર્મીએ છેલ્લા 24 કલાકમાં એર સ્ટ્રાઈક કરીને ગાઝામાં હમાસના 250થી વધુ જગ્યાઓને ધ્વસ્ત કરવામાં આવી છે. હમાસના કમાન્ડ સેન્ટરથી લઈને રોકેટ લોન્ચર સાઈટ સુધી સમાવેશ થાય છે. એની સાથે ઈઝરાયલે હમાસની સરફેસ ટૂ એર એટલે જમીન પરથી હવામાં હુમલો કરતી મિસાઈલ અને મિસાઈલ પોસ્ટને ધ્વસ્ત કરી છે.
હજુ પણ આર્મી ખતરનાક ટેન્ક, ઓટોમેટિક બંદૂક અને હજારો સૈનિકોની મોટી ટુકડી ગાઝા પર હુમલો કરવા માટે રાહ જોઈ રહ્યું છે, જેમાં જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ માનવીય સંકટ ઊભો થઈ રહ્યો છે. આર્મીએ જણાવ્યું હતું કે આ દરમિયાન સૈનિકોએ લડવૈયાઓ, આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્ટી-ટેન્ક મિસાઇલ લોન્ચિંગ પોઝિશન્સ પર હુમલો કર્યો હતો.
બંને પક્ષે જાનહાનિના કોઈ તાત્કાલિક અહેવાલ નથી. ઇઝરાયેલના હવાઈ હુમલાઓએ ગાઝા પટ્ટીના અનેક વિસ્તારોને કાટમાળમાં બનાવી દીધા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને રશિયા દ્વારા પ્રતિસ્પર્ધી ઠરાવોને નકારવાને કારણે યુએન સુરક્ષા પરિષદ ઇઝરાયેલ-હમાસ યુદ્ધને સંબોધવામાં ફરીથી નિષ્ફળ રહી હતી.
ઈઝરાયલે કહ્યું હતું કે આ લડાઈમાં એમનાં ૧૪૦૦થી વધુ લોકો માર્યા ગયા છે અને ૨૨૨ બંધકો હજુ પણ હમાસનાં તાબામાં છે. હમાસે બુધવારે એવો દાવો કર્યો હતો કે ઓછામાં ઓછા ૬૫૪૬ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ૧૭૪૩૯ ઘાયલ થયા છે. જોકે, એસોસિએટેડ પ્રેસ હમાસ દ્વારા ટાંકવામાં આવેલા મૃત્યુઆંકને સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નથી.