ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Israel-Iran War: ઈઝરાયેલે ઈરાન પર કર્યો મોટો હુમલો, તહેરાનમાં સૈન્ય મથકો પર બોમ્બમારો

તેલ અવીવ : ઈઝરાયેલે ઈરાન પર (Israel-Iran War)મોટો જવાબી હુમલો કર્યો છે અને રાજધાની તેહરાનમાં ઈરાની સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો છે. આ હુમલાઓના અવાજ સમગ્ર તેહરાનમાં સંભળાયો હતો. ઈઝરાયેલની સેનાએ આ હુમલાઓને જવાબી કાર્યવાહી ગણાવી અને કહ્યું કે તે પોતાના દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે કંઈ પણ કરશે.

| Also Read: PM મોદીની જિનપિંગ સાથે મુલાકાતની અસર, ચીને દેપસાંગ અને ડેમચોકથી 50 ટકા સેના હટાવી

ઈઝરાયેલના સંરક્ષણ દળો દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી

આ હુમલાને લઈને ઈઝરાયેલના સંરક્ષણ દળો દ્વારા એક ટ્વીટ પણ કરવામાં આવી હતી. જેમાં ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે ઇરાની શાસન દ્વારા ઇઝરાયેલ પર મહિનાઓથી સતત હુમલાના જવાબમાં ઇઝરાયેલી દળોએ ઇરાનમાં સૈન્ય સ્થળો પર ચોક્કસ હુમલાઓ કરી રહ્યા છે. ઈરાની શાસન અને તેના સમર્થકો 7 ઓક્ટોબરથી ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યા છે.

Reports of blasts near the headquarters of the Iranian Revolutionary Guards.

ઈઝરાયેલ ઈરાન સહિત 7 મોરચે યુદ્ધ લડી રહ્યું છે

સેનાએ કહ્યું કે ઈઝરાયેલ ઈરાનની ભૂમિ સહિત સાત મોરચે લડી રહ્યું છે. ઇઝરાયેલ રાજ્ય વિશ્વના અન્ય સાર્વભૌમ દેશની જેમ જવાબ આપવાનો અધિકાર છે. અમારી રક્ષણાત્મક અને આક્રમક ક્ષમતાઓ સંપૂર્ણ રીતે કાર્યરત છે. અમે ઇઝરાયલ રાજ્ય અને ઇઝરાયલના લોકોના રક્ષણ માટે જે જરૂરી હશે તે કરીશું.

અમેરિકાએ આ હુમલાને સ્વરક્ષણ ગણાવ્યું હતું

ઈરાન પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓ પર અમેરિકાએ નિવેદન આપ્યું છે. અમેરિકાએ તેને સ્વરક્ષણ ગણાવ્યું છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા સીન સેવેટે જણાવ્યું હતું કે ઈઝરાયેલે 1 ઓક્ટોબરે થયેલા હુમલાના જવાબમાં આ હુમલો કર્યો હતો. ઈઝરાયેલ દ્વારા આ હુમલો સ્વબચાવમાં કરવામાં આવ્યો હતો. જોકે, અમેરિકાએ આ હુમલામાં તેની ભૂમિકાનો ઈન્કાર કર્યો છે.

| Also Read: લૉરેન્સ બિશ્નોઈ ગેંગના 7 શૂટર્સને દિલ્હી પોલીસે ઝડપ્યા, તપાસમાં થઈ શકે છે ચોંકાવનારા ખુલાસા

ઈરાને એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી

ઇઝરાયેલના હુમલા બાદ શનિવારે પૂર્વી તેહરાનમાં વધુ ચાર વિસ્ફોટ થયા હતા. સ્થાનિક મીડિયાએ કહ્યું છે કે રાજધાનીમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી. ઈઝરાયેલે 1 ઓક્ટોબરે ઈરાન પર થયેલા મિસાઈલ હુમલાનો બદલો લેવા માટે આ હુમલા કર્યા છે. હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોતને લઈને ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button