ઇઝરાયલ ગાઝા પટ્ટીને બે ભાગમાં વહેંચી દીધી, પરમાણુ હુમલાની હિમાયત કરનાર પ્રધાન સસ્પેન્ડ
હમાસના આતંકવાદી હુમલા બાદ ઈઝરાયલ ગાઝા પટ્ટીમાં તબાહી મચાવી રહ્યું છે. ઈઝરાયલી સેનાએ રવિવારે દાવો કર્યો હતો કે તેમણે ગાઝા પટ્ટીને બે વિસ્તારમાં વહેંચી દીધો છો એટલે કે એક ઉત્તર અને દક્ષિણ ગાઝા પટ્ટી વચ્ચે હાલમાં તમામ સંપર્ક તૂતી ગયો છે. અને તેમ છતાં હાલમાં ઈઝરાયલ તરફથી ગાઝા પર સતત હવાઈ હુમલા ચાલુ છે.
સેનાએ દાવો કર્યો છે કે તે કોઈપણ સમયે ઉત્તરી ગાઝા પર હુમલો કરી શકે છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી હતી કે જ્યાં સુધી હમાસ આતંકવાદી જૂથ તેના બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ઈઝરાયલ યુદ્ધવિરામ માટે સહમત નહીં થાય.
પીએમ નેતન્યાહુએ ગાઝા પર પરમાણુ હુમલાની હિમાયત કરનાર પ્રધાન અમીચાઈ ઈલિયાહુ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. ઇઝરાયલના પ્રધાનને પૂછવામાં આવ્યું હતું કે શું ગાઝા પટ્ટી પર પરમાણુ બોમ્બ નાખવા જોઈએ? આ અંગે અમીહાઈ ઈલિયાહુએ કહ્યું હતું કે આ શક્યતાઓમાંની એક છે. પીએમ નેતન્યાહુએ મિચાઈ ઈલિયાહુના નિવેદનને વખોડતા કહ્યું હતું કે અમીહાઈ ઈલિયાહુનું નિવેદન વાસ્તવિકતા પર આધારિત નથી. હવે પીએમ બેન્જામિન નેતન્યાહુએ તેમને સરકારી બેઠકોમાંથી અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરી દીધા છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએના વડા વિલિયમ જે બર્ન્સ નેતાઓ અને ગુપ્તચર અધિકારીઓ સાથે ચર્ચા કરવા ઈઝરાયેલ પહોંચ્યા હતા. સીઆઈએના ડાયરેક્ટર તેમની મુલાકાત દરમિયાન બંધકો અને હમાસના ગુપ્તચર ઠેકાણાઓ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પર ચર્ચા કરી શકે છે. જો કે ઈઝરાયલ જ્યાં સુધી તેમના બંધકોને ગાઝા નહી છોચે ત્યાં સુધી કોઇ પણ સંજોગોમાં સુલેહ કરવાના મુડમાં નથી.