ઇન્ટરનેશનલ

Israel: ‘પેટ સલામત સ્થળે જવા ઈચ્છતો હતો પણ…’, ઇઝરાયેલમાં મૃત્યું પામેલા ભારતીયના પિતાનો ખુલાસો

તેલ અવિવ: લેબનન તરફથી ઇઝરાયલ(Israel) પર થયેલા મિસાઈલ હુમલા(Missile attack)માં એક ભારતીય નગરિકનું મોત(Indian citizen dead) થયું હતું, મૃતકની ઓળખ મૂળ કેરળના પેટ નિબિન(Pat Nibin) તરીકે થઇ હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં ખેત મજૂર તરીકે કામ કરવા 31 વર્ષીય પેટ નિબિન કેરળથી ઇઝરાયેલ ગયો હતો. તેના મૃત્યું બાદ ઇઝરાયલમાં ભારતીય દુતાવાસે ઇઝારલમાં રહેતા ભારતીય નાગરીકોને સલામત સ્થળોએ ખસી જવા એડવાઇઝરી જાહેર કરી હતી, પરંતુ મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તેને સલામત સ્થળે જવા માટે મંજુરી મળી શકી ન હતી.

ઘટનાના એક દિવસ પહેલા પેટ નિબિને ઉત્તર ઇઝરાયેલના ગાલીલીથી પરિવારને ફોન કર્યો હતો, તેણે તેની સાત મહિનાની ગર્ભવતી પત્ની સિયોના સાથે વાત કરી હતી કરી, તેણે પાંચ વર્ષની દીકરી અમિયા સાથેવાત કરી હતી કરી અને પછી તેના પિતા સાથે વાત કરી, તેણે પિતા જણાવ્યું હતું કે માર્ગલિયોટના ચિકન ફાર્મ જ્યાં તે કામ કરતો હતો, તે હવે સુરક્ષિત ન નથી.
થોડી કલાકો બાદ લેબનીઝ શિયા આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ક્રોસ બોર્ડર એન્ટી-ટેન્ક મિસાઈલ હુમલામાં પેટ નિબિનનું મોત થયું હતું. આ હુમલામાં અન્ય બે કેરળવાસીઓ, જોસેફ જ્યોર્જ (વાઝાથોપથી) અને પૌલ મેલવિન (વાગામોન) સહિત સાત અન્ય લોકો ઘાયલ થયા હતા.

પેટ નીબીનના પિતા, પેથ્રોસ મેક્સવેલે જણાવ્યું કે બે અઠવાડિયા પહેલા આ જ વિસ્તારમાં આવો જ એક સીમા પારથી હુમલો થયો હતો અને તેમણે તેમના દીકરાને સલામત ઝોનમાં જવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે તે સલામત સ્થળે જઈ શક્યો નહીં, ખેત માલિકો પાસેથી મંજુરી મળી ન હતી. મારો મોટો દીકરો પણ ઇઝરાયેલમાં છે, તેણે મને સોમવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ ફોન કર્યો અને મને કહ્યું કે પેટ હુમલામાં ઘાયલ થયો છે અને હોસ્પિટલમાં દાખલ છે. રાત્રે લગભગ 12.45એ નેતા મૃત્યુંના સમાચાર આવ્યા.

આકર્ષક સેલરી માટે પેટ નીબીન માત્ર બે મહિના પહેલા ગેલીલી વિસ્તારના ખેતરમાં કામ કરવા માટે ત્યાં રહેવા ગયો હતો. તેના પિતા શ્રમિક છે, પેટ એવી આશા સાથે ઇઝરાયેલ ગયો હતો કે ભવિષ્ય હવે સુરક્ષિત રહેશે.

તેની પત્ની એ જણાવ્યું કે “અમે ફોન કોલ્સ દરમિયાન બોમ્બ વિસ્ફોટના અવાજો સાંભળતા હતા. તેમણે કહ્યું હતું કે પ્રદેશમાં હિંસા ચાલુ છે. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને કારણે તેને ત્યાં રેહવાની ફરજ પડી હતી. પેટ નિબિન અગાઉ ગલ્ફમાં નોકરી કરતો હતો, પરંતુ કોરોના પાનડેમિક દરમિયાન તેણે નોકરી ગુમાવી દીધી હતી અને તેને ઘરે પરત ફરવું પડ્યું હતું. તેણે થોડા સમય માટે કેરળમાં જીવનનિર્વાહ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બની શક્યું નહીં. ઇઝરાયેલમાં સારી કમાણી થતી હતી.”

ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે મંગળવારે એક એડવાઇઝરી બહાર પાડીને તેના નાગરિકોને ઇઝરાયેલમાં સુરક્ષિત વિસ્તારોમાં ખસી જવા વિનંતી કરી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમ્બસીએ કહ્યું કે પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને સ્થાનિક સુરક્ષા સલાહકારોની સલાહને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં તમામ ભારતીય નાગરિકો, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણમાં સરહદી વિસ્તારોમાં કામ કરતા અથવા પ્રવાસે ગયેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઇઝરાયલની અંદરના સુરક્ષિત વિસ્તારોમાં સ્થળાંતર કરે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button