આંતરરાષ્ટ્રીય દબાણ છતાં Israelલે Lebanonમાં જમીન માર્ગે હુમલા શરુ કર્યા
તેલ અવિવ: લેબનાન પર એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહના વડા અને ટોચના કમાન્ડરોની હત્યા કર્યા બાદ, ઇઝરાયેલી સેનાએ હવે દક્ષિણ લેબનાનમાં જમીન માર્ગે હુમલા (Israel attacks Lebanon) શરુ કર્યા છે. ઇઝરાયલે સોમવારે રાત્રે (સ્થાનિક સમય) જાહેરાત કરી હતી કે તેણે દક્ષિણ લેબનોનમાં “ટાર્ગેટેડ રેડ” શરુ કરી છે. નોંધનીય છે કે હુમલો ન કરવાના આંતરરાષ્ટ્રીય દબાણ છતાં ઇઝરાયલે આક્રમણ કર્યું છે.
ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે X પરના એક નિવેદનમાં જણાવ્યું હતું “દક્ષિણ લેબનોનમાં હિઝબોલ્લાહ આતંકવાદી ટાર્ગેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે ચોક્કસ ગુપ્ત માહિતીને આધારે હુમલા કરવામાં આવી રહ્યા છે. આ ટાર્ગેટ સરહદની નજીકના ગામોમાં સ્થિત છે અને ઉત્તરી ઇઝરાયેલમાં ઇઝરાયેલી સમુદાયો માટે તાત્કાલિક ખતરો છે.”
અમેરિકાએ પણ દક્ષિણ લેબનોનમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા જમીની હુમલાને સંમતિ આપી દીધી છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે IDF ઇઝરાયેલની સરહદ નજીક લેબનોનમાં હિઝબુલ્લાહના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને લિમીટેડ ગ્રાઉન્ડ ઓપરેશન ચલાવી રહ્યું છે. અમેરિકા શરૂઆતથી જ ઈઝરાયલની સાથે ઉભું છે અને હજુ પણ મદદ કરી રહ્યું છે.
ઈરાનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઈઝરાયેલના ગુનાહિત કૃત્યોની સજા તેને મળશે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોઈડ ઓસ્ટિને ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે ઈઝરાયેલ પર હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો આવશે.
ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહી તીવ્ર બનાતા 52,000 થી વધુ લેબનીઝ નાગરિકો સીરિયા તરફ પલાયન કરવા મજબુર બન્યા છે. એક અહેવાલમાં સીરિયાના જનરલ ડિરેક્ટોરેટ ઓફ માઈગ્રેશન એન્ડ પાસપોર્ટના સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે લેબનીઝ શરણાર્થીઓ ઉપરાંત લગભગ 1,25,000 સીરિયન નાગરિકો પણ તેમના વતન પરત ફર્યા છે.
Also Read –