ઇઝરાયલે એર સ્ટ્રાઈકમાં હમાસના ટોપ કમાન્ડરને માર્યો, 7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટર માઇન્ડ

તેલ અવીવ : ઇઝરાયલે ફરી એક વાર ગાઝામાં એર સ્ટ્રાઈક કરી હમાસનો ટોપ કમાન્ડરને માર્યો છે. આ અંગે ઇઝરાયલી સંરક્ષણ દળ આઈડીએફએ દાવો કર્યો છે કે ઇઝરાયલી સૈનિકોએ ગાઝા શહેરના સાબ્રા વિસ્તારમાં એર સ્ટ્રાઈકમાં હમાસના ટોચના કમાન્ડર હકીમ મોહમ્મદ ઇસા અલ-ઇસાને મારી નાખ્યો છે. આ અંગે ટ્વિટ કરીને આ માહિતી આપી છે જે મુજબ હમાસનો ટોચનો કમાન્ડર અલ-ઇસા 7 ઓક્ટોબર 2023 ના રોજ ઇઝરાયલમાં થયેલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ડ હતો. જે આતંકવાદીઓને તાલીમ આપતો હતો અને હમાસની લશ્કરી પાંખના સ્થાપક સભ્યોમાંનો એક હતો.
નૌકાદળ હુમલાઓની યોજનાઓમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
આઈડીએફ એ ટ્વિટ પર જાહેર કરેલા પોતાના નિવેદનમાં કહ્યું છે કે, “ટોચના કમાન્ડર હકીમ મોહમ્મદ ઇસા અલ-ઇસા હમાસની લશ્કરી તાકાત વધારવા, આતંકવાદીઓને તાલીમ આપવાનો ઉપયોગ કરતો હતો અને તે 7 ઓક્ટોબરના હુમલામાં સમગ્ર હત્યાકાંડની યોજના બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આઈડીએફ એ કહ્યું છે કે અલ ઇસાએ હમાસની હવાઈ અને નૌકાદળ હુમલાઓની યોજનાઓમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેને મારી નાખવામાં આવ્યો છે. આઈડીએફ અને ઇઝરાયલી સુરક્ષા એજન્સી ISA એ કહ્યું છે કે અમે 7 ઓક્ટોબર 2023 ના રોજ થયેલા હુમલામાં સામેલ તમામ આતંકવાદીઓને શોધવા અને ખતમ કરવા માટે અભિયાન ચાલુ રહેશે.
2005 માં સીરિયાથી ગાઝા આવ્યો હતો
હમાસના ટોચનો કમાન્ડર મુહમ્મદ ઇસા અલ ઇસા હમાસની જનરલ સિક્યુરિટી કાઉન્સિલના સભ્ય તાલીમ મુખ્યાલયના વડા અને અલ-કાસમ બ્રિગેડની લશ્કરી એકેડેમીના સહ-સ્થાપક પણ હતો. તેણે હજારો આતંકવાદીઓને તાલીમ આપવામાં અને તકનીકી ક્ષમતાઓ વિકસાવવામાં મદદ કરી છે. આઈડીએફએ એ અલ-ઇસા વિશે કહ્યું છે કે તેણે સીરિયા અને ઇરાકમાં ટ્રેનિંગ મેળવી હતી અને વર્ષ 2005માં સીરિયાથી ગાઝા આવ્યો હતો. જ્યાં તે હમાસના લશ્કરી સંગઠનનો એક મહત્વપૂર્ણ ભાગ બન્યો હતો.
આ પણ વાંચો…ઈઝરાયલે ગાઝા પર ફરી કર્યો હુમલોઃ અત્યાર સુધીમાં 56,000થી વધુ લોકોના મૃત્યુ