20 દિવસની લડાઇમાં ઇઝરાયલે ઢેર કર્યા 20 ટોપ કમાન્ડર
હમાસ, હિજબુલ્લાહ, ઇસ્લામીક જેહાદને જોરદાર ફટકો
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને 20 દિવસ થઇ ગયા છે. આ 20 દિવસમાં ઇઝરાયલે હમાસની કમ્મર ભાંગી નાખી છે. 7 ઑક્ટોબરે હમાસના હુમલા બાદ ઇઝરાયલ ગાઝા પટ્ટીમાં લગાતાર હુમલા કરી રહ્યું છે. એટલું જ નહીં ઇઝરાયલ લેબનાનમાં હિજબુલ્લાહના ઠેકાણાઓ પર પણ લગાતાર બોમ્બમારો કરી રહ્યું છે. આ હુમલામાં હમાસ, ઇસ્લામિક જેહાદ અને હિઝબુલ્લાહના હજારો ઠેકાણાઓ નષ્ટ કરવામાં આવ્યા છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે આ આતંકવાદી સંગઠનોના અનેક લડવૈયાઓનો સફાયો કર્યો છે. હિજબુલ્લાહે દાવો કર્યો છે કે એના તમામ ટોપ કમાન્ડર્સ સહિત 46 લડવૈયાઓને ઠાર કર્યા છે.
1) અલી કાદીઃ 14 ઓક્ટોબરના રોજ, ઇઝરાયલી સેનાએ હમાસના ઠેકાણાઓ પર નુખ્બા સ્પેશિયલ ફોર્સના કમાન્ડર અલી કાદીને મારી નાખ્યો હતો. અલી કાદીએ 7 ઓક્ટોબરે ઇઝરાયલમાં નાગરિકો પર કરવામાં આવેલા હુમલાનું નેતૃત્વ કર્યું હતું. દીની 2005માં ઈઝરાયલી નાગરિકોના અપહરણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને 2011 માં રિલીઝ કરાર હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો.
2) અબુ મામરઃ – ઈઝરાયલની સેનાના જણાવ્યા પ્રમાણે, હમાસનો ફોરેન અફેર્સ ચીફ અબુ મામર પણ બોમ્બ ધડાકામાં માર્યા ગયો હતો.
3) બિલાલ અલ કાદરાઃ- ઇઝરાયલની સેનાએ નુખ્બા ખાન યુનિસ એસોલ્ટ કંપનીના કમાન્ડર બિલાલ અલ કાદ્રાને પણ મારી નાખ્યો છે.
4) મુએતાઝ ઈદઃ- ઈઝરાયલી દળોના હવાઈ હુમલામાં માર્યો ગયેલો ચોથા હમાસ કમાન્ડરનું નામ મુઈતાઝ ઈદ છે, જે હમાસના રાષ્ટ્રીય સુરક્ષાના દક્ષિણી જિલ્લાના કમાન્ડર હતો.
5) જોયદ અબુઃ- હમાસ સરકારનો નાણા મંત્રી જોયદ અબુ પણ ઈઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો છે.
6) મેરાદ અબુઃ હમાસની એર વિંગનો વડો જોયદ અબુ પણ ઇઝરાયલના હુમલામાં મરાયો છે.
7) ઇબ્રાહિમ અલ-સહેરઃ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ એરફોર્સ દ્વારા ભારે બોમ્બમારો ચાલુ છે, જેમાં હમાસની નોર્ધન બ્રિગેડના એન્ટિ ટેન્ક મિસાઇલ એરેના વડા ઇબ્રાહિમ અલ-સહેર પણ માર્યો ગયો છે.
8) સીર મુબાશેર- ઈઝરાયેલની સેનાએ હમાસની નોર્થ ખાન યુનિસ બટાલિયનના કમાન્ડર તૈસીર મુબાશરને મારી નાખ્યો છે. તે ઇગાઉ હમાસના નૌકા દળના કમાન્ડર તરીકે સેવા આપી ચૂક્યો છે.
9) ઇઝરાયલે હમાસના આર્ટિલરી ડેપ્યુટી કમાન્ડર મુહમ્મદ કટમાશને મારી નાખ્યો છે. તેની પાસે સેન્ટ્રલ કેમ્પ બ્રિગેડમાં ફાયર અને આર્ટિલરી મેનેજમેન્ટની જવાબદારી હતી.
10) ઇઝરાયલની સેનાના હુમલામાં અયમાન નોફાલ માર્યો ગયો છે. તે હમાસનો વરિષ્ઠ કમાન્ડર હોવાનું કહેવાય છે. ઈઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર અયમાન હમાસની જનરલ મિલિટરી કાઉન્સિલનો સભ્ય હતો.
11) અબ્દ અલ-ફત્તાહ દુખાનઃ હમાસના સ્થાપક સભ્ય અબ્દ અલ-ફત્તાહ દુખાન, જેને અબુ ઓસામા તરીકે પણ ઓળખવામાં આવે છે. મંગળવારે ગાઝા પર ઇઝરાયલના હવાઈ હુમલામાં તેનું મોત થયું હતું.
12) સામી અલહારૂનીઃ- શહીદ બ્રિગેડના સ્થાપકોમાંના એક સામી અલહારૂનીનું હવાઇ હુમલામાં મોત થયું હતું.
13) હમાસના અન્ય ટોચના કમાન્ડર માબેદુહ શલાબી પણ ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા છે.
આ ઉપરાંત ઇઝરાયલના હુમલામાં શાંતિ બટાલિયનના ડે. કમાન્ડર ખલીલ, શેખ રદવાન બટાલિયનના ડે. કમાન્ડર તેથારી, કમાન્ડર હુસૈન હાની અલ-તવીલે, મહદી મુહમ્મ્દ અતાવી, હિઝબુલ્લાહ ફાઇટર – હુસૈન મોહમ્મદ અલી હરીરી અને અલી ઇબ્રાહિમ જવાદના મૃત્યુથયા છે.