Israel-Hezbollah War : હસન નસરાલ્લાહની હત્યા થી ગભરાયું ઈરાન, યુએનને કરી આ વિનંતી
નવી દિલ્હી : ઇઝરાયેલે હિઝબુલ્લાહના નેતા સૈયદ હસન નસરાલ્લાહની હત્યા કર્યા બાદ ઇરાને લેબનોન અને વિશાળ ક્ષેત્રમાં(Israel-Hezbollah War) ઇઝરાયેલની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને વિનંતી કરી છે.ઈરાનના યુએન એમ્બેસેડર આમિર સઈદ ઈરાવાનીએ 15 સભ્યોની કાઉન્સિલને ઔપચારિક પત્ર લખીને પગલાં લેવા વિનંતી કરી છે. તેઓએ તેમના રાજદ્વારી પરિસર અને પ્રતિનિધિઓ પર કોઈપણ હુમલા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. આ સિવાય તેમણે અખંડિતતાના સિદ્ધાંત પર ભાર મૂક્યો અને કહ્યું કે ઈરાન વધુ આક્રમકતાને સહન કરશે નહીં.
ઇઝરાયેલના હવાઈ હુમલામાં 33 લોકો માર્યા ગયા
લેબનીઝ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શનિવારે ઇઝરાયેલના હવાઈ હુમલામાં 33 લોકો માર્યા ગયા હતા અને 195 અન્ય ઘાયલ થયા હતા.ઇઝરાયેલની સેનાએ કહ્યું છે કે લેબનોનથી એક મિસાઇલ છોડવામાં આવી છે, જે પશ્ચિમ કાંઠે પડી છે. જેના કારણે ત્યાં આગ ફાટી નીકળી હતી.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હિઝબુલ્લાના નેતા હસન નસરાલ્લાહની હત્યાને ઐતિહાસિક વળાંક ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી મધ્ય પૂર્વમાં સત્તાનું સંતુલન બદલાઈ શકે છે. તેમણે આવનારા પડકારજનક દિવસો વિશે ચેતવણી આપી હતી.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તેને પીડિતોને ન્યાય આપનાર ગણાવ્યો
હિઝબુલ્લાહના ચીફ સૈયદ હસન નસરાલ્લાહના મૃત્યુ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તેને પીડિતોને ન્યાય આપનાર ગણાવ્યો છે.ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને યુનાઈટેડ સ્ટેટ્સ પર નસરાલ્લાહ અને અન્ય કેટલાક લોકોના મોતના ઓપરેશનને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો છે.
લેબનોનમાં ગાઝાના વિનાશનું પુનરાવર્તન કરશે
લેબનોનના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે બે અઠવાડિયાથી ઓછા સમયમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં 156 મહિલાઓ અને 87 બાળકો સહિત કુલ 1,030 લોકો માર્યા ગયા છે.હિઝબુલ્લાહ કહે છે કે તે ગાઝાના સમર્થન અને લેબનોનના સંરક્ષણ માટે ઇઝરાયેલ સાથે યુદ્ધ ચાલુ રાખશે.ટોચના ઇઝરાયેલી અધિકારીઓએ ચેતવણી આપી છે કે જો હિઝબુલ્લાહ હુમલો ચાલુ રહેશે તો તેઓ લેબનોનમાં ગાઝાના વિનાશનું પુનરાવર્તન કરશે.
રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું છે કે ઈઝરાયેલ દ્વારા હિઝબુલ્લા નેતા હસન નસરાલ્લાહની હત્યાનો હેતુ ઈરાન અને અમેરિકાને સમગ્ર ક્ષેત્રમાં સંપૂર્ણ સ્તરે યુદ્ધને ઉશ્કેરવાનો હતો.હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહ ઉપરાંત ઈઝરાયેલે હિઝબુલ્લાના ગુપ્તચર આતંકવાદી હસન ખલીલ યાસીન, ડ્રોન યુનિટના વડા મોહમ્મદ સરૂર, ઈબ્રાહીમ મુહમ્મદ કુબૈસી અને ઈબ્રાહીમ અકીલને પણ માર્યા ગયા છે.
Also Read –