Israel અને હિઝબુલ્લાહ વચ્ચે સીઝ-ફાયર, આ શરતો લાગુ રહેશે
તેલ અવીવ : ઈઝરાયેલ(Israel)અને હિઝબુલ્લાહ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષનો અંત આવ્યો છે. જેમાં હવે ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સમજૂતી થઈ છે.જેમાં ઈઝરાયેલ હવે સંમત થયું છે કે તે લેબનોન પર હુમલો નહીં કરે. ઇઝરાયેલી સુરક્ષા કેબિનેટ ઇઝરાયેલ સરકાર હેઠળની ટોચની નિર્ણય લેતી સંસ્થા યુદ્ધવિરામ માટે સંમત થઈ છે.
યુદ્ધવિરામનો સમયગાળો લેબનોનમાં શું થાય છે તેના પર નિર્ભર
આ યુદ્ધવિરામને લઈને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે યુદ્ધવિરામનો સમયગાળો લેબનોનમાં શું થાય છે તેના પર નિર્ભર કરે છે. અમે કરારો લાગુ કરીશું અને કોઈપણ ઉલ્લંઘનનો સખત જવાબ આપીશું. નેતન્યાહુએ કહ્યું છે કે અમે બધા વિજય સુધી એકજૂથ રહીશું.
નેતન્યાહુએ કહ્યું કે તે ક્યારે સમાપ્ત થશે
લેબનોન અને હિઝબુલ્લાહ સાથેના યુદ્ધવિરામ અંગે નેતન્યાહુએ કહ્યું કે અમે હમાસને ખતમ કરવાનું કાર્ય પૂર્ણ કરીશું. અમે અમારા તમામ બંધકોને ઘરે લાવીશું, અમે એ સુનિશ્ચિત કરીશું કે ગાઝા હવે ઈઝરાયેલ માટે ખતરો ન બને અને અમે ઉત્તરના રહેવાસીઓની સુરક્ષા કરીશું. નેતન્યાહુએ કહ્યું કે જ્યાં સુધી અમે ઉત્તરના રહેવાસીઓને તેમના ઘરોમાં સુરક્ષિત પાછા ફરવા સહિત તેના તમામ લક્ષ્યો હાંસલ નહીં કરીએ ત્યાં સુધી યુદ્ધ સમાપ્ત થશે નહીં
લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામમાં અમેરિકા અને ફ્રાન્સે મહત્વની ભૂમિકા ભજવી છે. આ અંગે જો બાઈડને આ શાંતિ સમજૂતીને પૂર્ણ કરવામાં મદદ કરવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનનો પણ આભાર માન્યો છે.
જો બિડેને X પર પોસ્ટ કર્યું
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને X પર ટ્વીટ કરીને કહ્યું કે આજે મારી પાસે મધ્ય પૂર્વ સંબંધિત સારા સમાચાર છે. મેં લેબનોન અને ઈઝરાયેલના વડાપ્રધાનો સાથે વાત કરી છે. મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે બંને દેશોએ ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચેના વિનાશક યુદ્ધને સમાપ્ત કરવાના યુનાઇટેડ સ્ટેટ્સના પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
Also read: ઇઝરાયલના PM બેન્જામિન નેતન્યાહુ સામે ICCએ જારી કર્યું એરેસ્ટ વોરન્ટ
સુરક્ષા દળોને આગામી 60 દિવસમાં તૈનાત કરવામાં આવશે
આ સમજૂતી હેઠળ લેબનીઝ આર્મી અને રાજ્ય સુરક્ષા દળોને આગામી 60 દિવસમાં તૈનાત કરવામાં આવશે અને તેઓ ફરી એકવાર તેમના પ્રદેશ પર નિયંત્રણ મેળવશે. હિઝબુલ્લાહને લેબનોનમાં તેના આતંકવાદી માળખાને ફરીથી બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો હિઝબુલ્લાહ અથવા અન્ય કોઈ આ કરારનો ભંગ કરે છે અને ઈઝરાયેલ માટે સીધો ખતરો ઉભો કરે છે તો ઈઝરાયેલને સ્વ-બચાવનો અધિકાર રહેશે.