અઠવાડિયામાં જ ઈરાયલને લઈને આ દેશે બદલ્યા પોતાના તેવર, કહી દીધી આવી વાત…
ગાઝાઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે બે અઠવાડિયાથી ચાલી રહેલાં યુદ્ધને અમિરાત અને બ્રિટને ખુલીને ઈઝરાયલનું સમર્થન કર્યું તો ચીન અને રશિયાએ પેલેસ્ટાઇનને સમર્થન આપ્યું. ત્રીજી હબાજુ 57 મુસ્લિમ દેશોએ ઈઝરાયલના વિરુદ્ધ એક સૂરમાં અનેક પાબંદીઓ લગાવવાની વકીલાત કરી હતી, જેમાં ઈરાનનો સમાવેશ પણ થાય છે.
ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો ગાઝામાં ઈઝરાયલના અપરાધ નહીં અટકે તો દુનિયાભરના મુસલમાનો અને ઈરાનની રેજિસ્ટેંસ ફોર્સને કોઈ નહીં રોકી શકે. ઈરાનના વિદેશ પ્રધાને પોતાના કટ્ટર શત્રુ ઈઝરાયલને ચેતવણી આપતા જણાવ્યું હતું કે ગાઝા પરના હુમલા નહીં રોકવામાં આવે તો અમે હી કરવા માટે મજબૂર બની જશું.
પરંતુ, હવે આ જ તીખા તેવર દેખાડી રહેલું ઈરાન નરમ ઘેંસ થતું દેખાઈ રહ્યું છે. ઈરાને દુનિયાને આશ્વાસન આપ્યું છે કે તે ત્યાં સુધી આ યુદ્ધમાં હસ્તક્ષેપ નહીં કરે જ્યાં સુધી ઈઝરાયલ ઈરાની નાગરિકો કે ઈરાની હિતો પર હુમલા નહીં કરે. નિષ્ણાતોનું એવું માનવું છે કે અમેરિકાનું સમર્થન મેળવનાર ઈઝરાયલ વિરુદ્ધ કોઈ પણ હુમલો ઈરાનને મુશ્કેલી નાખી શકે છે. આવી પરિસ્થિતિમાં પહેલાંથી જ આર્થિક સંકટમાં ફસાયેલા દેશમાં મુસ્લિમ શાસકો સામે નાગરિકોનો રોષ ભભૂકી શકે છે. ગાઝા પર ઈઝરાયલના હુમલા બાદ જો ઈરાન ખુલીને સામે આવશે ચાર દાયકા કરતાં વધુ સમય અપનાવવામાં આવી રહેલી ક્ષેત્રીય પ્રભુત્વવાળી ઈરાની રણનીતિને આંચકો લાગી શકે છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ઈરાનના વિદેશ પ્રધાન હોસૈન અમીરાબદોલ્લાહિયાને જણાવ્યું હતું કે ઈઝરાયલને ગાઝામાં જમીન પર કોઈ પણ પ્રકારની તબાહી મચાવવાની પરવાનગી નહીં આપી શકાય અને જો તે આવું કરે છે તો તેને તેના પરિણામો ભોગવવા પડશે. એટલું જ ઈરાનના સુપ્રીમ લીડર ગણાતા અયાતુલ્લા અલી ખામેનેઈએ જણાવ્યું હતું જો ગાઝામાં ઈઝરાયલની પ્રવૃત્તિઓ નહીં રોકાય તો દુનિયાભરના મુસલમાનો અને ઈરાનના રેજિસ્ટેંસ ફોર્સને કોઈ પણ નહીં રોકી શકે. પરંતુ અઠવાડિયામાં ઈરાનના ઈરાદા બદલાઈ ગયા છે.