ઇન્ટરનેશનલ
Israel-Hamas war: હિઝબુલ્લાહનો નવો ચીફ બન્યો નઇમ કાસિમ, નસરુલ્લાહનું લેશે સ્થાન…
બેરૂત: લેબનોનના ઉગ્રવાદી જૂથ હિઝબુલ્લાહે નઇમ કાસિમને તેના નવા નેતા તરીકે ચૂંટ્યો છે, જે હસન નસરુલ્લાહનું સ્થાન લેશે. નસરુલ્લાહ ગયા મહિને ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. હિઝબુલ્લાહે આ માહિતી આપી હતી.
આ પણ વાંચો : ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનું X એકાઉન્ટ સસ્પેન્ડ, છેલ્લી પોસ્ટમાં લખ્યું હતું કે…..
કાસિમ લાંબા સમયથી નસરુલ્લાહનો સહયોગી હતો અને તેના મોત બાદથી તે ઉગ્રવાદી જૂથના કાર્યકારી નેતા તરીકે કામ કરી રહ્યો છે.
હિઝબુલ્લાહે એક નિવેદનમાં કહ્યું હતું કે હિઝબુલ્લાહની નિર્ણય લેતી ‘શૂરા કાઉન્સિલે’ ત્રણ દાયકાથી વધુ સમય સુધી નસરુલ્લાહના ઉપનેતા રહેલા કાસિમને નવો મહાસચિવ પસંદ કર્યો છે. હિઝબુલ્લાહે નસરુલ્લાહની નીતિઓ “જ્યાં સુધી વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી” ચાલુ રાખવાનું વચન આપ્યું હતું.
Taboola Feed