ઇઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે ગાઝાના લોકો કહે છે કે આના કરતાં તો મરવું સારું
ગાઝા પટ્ટી: ગાઝા પટ્ટી પર ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ સમય દરમિયાન સામાન્ય નાગરિકોને ઘણી હાલાકી ભોગવવી પડે છે. જીવતા રહેવા માટે તેમને ઘણી યાતનાોનો સામનો કરવો પડે છે. એક તો તેમને રહેવા માટે કોઈ સલામત જગ્યા નથી મળતી તો વળી ભૂખમરાનો પણ સામનો કરવો પડે છે.
બકર અલ-નાઝી નામનો એક વ્યક્તિ ગાઝા પટ્ટીમાં ચેરિટી માટે તે દરરોજ ખોરાક લઇને જાય છે પરંતુ તે બાળકોને ખવડાવવા માટે પૂરતો પડતો નથી, નાઝીનું કહેવું છે કે ગાઝાના દક્ષિણ કિનારે આવેલા શહેર રફાહમાં હજારો લોકો થોડું ખાવા મળે તે માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહે છે. ત્યારે ત્યાં કેમ્પમાં રહેતા લોકોનું કહેવું છે કે ભૂખથી મરવા કરતા તો અમારા ઘરમાં જ મરી જઈએ વધારે સારું છે.
યુએન હંગર મોનિટરિંગ સિસ્ટમ મુજબ ડિસેમ્બરની શરૂઆતથી જ બે મિલિયનથી વધુ ગાઝાના રહેવાસીઓ પહેલેથી જ ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. હાલમાં હમાસને નષ્ટ કરવાના હેતુથી સતત જમીન અને હવાઈ યુદ્ધ ચાલુ જ છે. ત્યારે આવી પરિસ્થિતી વચ્ચે તમામ ફસાયેલા લોકો સુધી જમવાનું પહોંચાડવું પણ ઘણું અઘરું થઇ જાય છે. આ ઉપરાંત યુદ્ધના કારણે આવા લોકોની સંખ્યા પણ વધી રહી છે.
નાઝીએ જણાવયું હતું કે આમારા માટે દરેક સુધી જમવાનું પહોંચાડવું ઘણું મુશ્કેલ બની ગયું છે કારણકે કઠોળ અને અનાજનો પુરવઠો સતત વપરાતો રહે છે. અને સામે લોકોની સંખ્યા વધતી રહે છે. ઘણી વાર તો એવું પણ બને છે કે આ બધામાં ફક્ત બાળકોને જ જમાડી શકીએ છીએ અને બીજા બધા એમ જ રહે છે. અને તેના કારણે લોક ભૂખના કારણે પણ મરી જાય તેવી પરિસ્થિતી ઊભી થઈ છે.