Israel-Gaza Conflict: ઈઝરાયલના હુમલાથી ગાઝા ફરી ધણધણ્યુઃ 14 લોકોના મોત…

દેર અલ-બલાહઃ ગાઝામાં ઇઝરાયલે બે ઘાતક હુમલાઓ કર્યા હતા, જેમાં મોટી જાનહાનિના સમાચાર છે. પેલેસ્ટિનિયન તબીબી અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગાઝામાં બે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો : કેનેડામાં હિંદુઓ સુરક્ષિત નથી! ખાલિસ્તાનીઓની ધમકી બાદ મંદિરમાં આયોજિત કાર્યક્રમ રદ
આ હુમલામાં બે બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે, જેમાંથી મોટા ભાગના લોકો ઇઝરાયલ દ્વારા જાહેર કરાયેલ માનવતાવાદી ક્ષેત્રમાં હતા.
સોમવારે મોડી રાત્રે એક હુમલામાં મુવાસીમાં વિસ્થાપિત લોકો દ્ધારા ઉપયોગમાં લેવામાં આવતી જમવા માટેની અસ્થાયી જગ્યા પર થયો હતો જે કથિત માનવતાવાદી ક્ષેત્રનું કેન્દ્ર છે. નાસિર હોસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે અહી ઘાયલોને લઈ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : ઓફીસ સંભાળતા પહેલા ટ્રમ્પ એક્શનમાં; પુતિનને ફોન કરી યુક્રેન યુદ્ધ અંગે આ ચર્ચા કરી
ઘટનાસ્થળના વીડિયોમાં જોઇ શકાય છે કે લોહીથી લથપથ ઇજાગ્રસ્તોને લોકો ટેબલ અને ખુરશીઓમાંથી બહાર ખેંચી રહ્યા હતા. હજારો વિસ્થાપિત પેલેસ્ટિનિયનો દક્ષિણ ગાઝાના ભૂમધ્ય દરિયાકાંઠે ખૂબ ઓછી સુવિધાઓ અને સેવાઓ સાથેની શિબિરોમાં આશ્રય લે છે.
ઇઝરાયલને આ અઠવાડિયે ગાઝામાં વધુ સહાયની મંજૂરી આપવા અથવા યુએસ સૈન્ય ભંડોળ પર સંભવિત પ્રતિબંધોનું જોખમ લેવા માટે બાઇડન સરકાર તરફથી અલ્ટીમેટમનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો : યુક્રેને રશિયા પર કર્યો ઘાતક હુમલો, રાજધાની મૉસ્કો પર છોડ્યા 34 ડ્રોન
ઇઝરાયલે પરિસ્થિતિને સુધારવાની દિશામાં અનેક પગલાંની જાહેરાત કરી છે. પરંતુ અમેરિકી અધિકારીઓએ તાજેતરમાં સંકેત આપ્યો હતો કે ઇઝરાયલ હજુ પણ પૂરતા પગલા નથી લઈ રહ્યું, જોકે તેઓએ કહ્યું નથી કે તેઓ તેની સામે કોઈ કાર્યવાહી કરશે કે નહીં.



