ઇઝરાયલની આક્રમણની તૈયારીઃ ગાઝા સરહદ પર સૈનિકો સાથે સાધનો તૈનાત કર્યા…

દેર-અલ-બલાહઃ ઇઝરાયલ દ્વારા ગાઝા સરહદ પર સૈનિકો અને સાધનો મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવી રહ્યા હોવાનું કોમર્શિયલ સેટેલાઇટ ઇમેજીસ દ્વારા જાણવા મળી રહ્યું છે. આ અંગે અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે આ તૈનાતી પેલેસ્ટિનિયન પ્રદેશ પર નવા જમીની આક્રમણની તૈયારીનો સંકેત હોઇ શકે છે.
આ પગલું ઇઝરાયલી સુરક્ષા પ્રધાનમંડળ દ્વારા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયનો હવાલો આપતા ગાઝા શહેરને નિયંત્રણમાં લેવાની યોજનાને મંજૂરી આપ્યા બાદ લેવામાં આવ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર આ પગલું ગાઝા પર સંપૂર્ણ કબજાથી થોડા ડગલા દૂર છે. જેની ચર્ચા નેતન્યાહૂ અગાઉ કરી ચૂક્યા છે. ફોટોગ્રાફ્સની સમીક્ષા કરનાર ત્રણ અમેરિકન અધિકારીઓ અને એક ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું કે આ માળખા અને હિલચાલ મોટા પાયે નિકટવર્તી ઓપરેશનના સંકેતો સાથે સુસંગત છે.
આ તૈનાતી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઇઝરાયલના સુરક્ષા પ્રધાનમંડળે ગાઝા શહેર પર નિયંત્રણ મેળવવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ પગલું અગાઉ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ દ્વારા પ્રસ્તાવિત ગાઝા પર સંપૂર્ણ કબજો મેળવવાની યોજનાથી થોડા ડગલા દૂર છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં નેતન્યાહૂએ એક ન્યૂઝને ચેનલને જણાવ્યું હતું કે ઇઝરાયલ હમાસને સત્તા પરથી હટાવવા અને સુરક્ષા ઘેરો સ્થાપિત કરવા માટે સમગ્ર ગાઝા પટ્ટી પર નિયંત્રણ મેળવવા માંગે છે.
તેમણે કહ્યું કે યુદ્ધ બાદ ઇઝરાયલ ગાઝાને આરબ સેનાઓને સોંપવાનું પસંદ કરશે. જો કે તેમણે તે સેનાઓ કોણ હશે અને આ પરિવર્તન કઇ રીતે કામ કરશે તે સ્પષ્ટ કર્યું ન હતું. જો કે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયલ આ વિસ્તાર પર શાસન કરવાની યોજના ધરાવતું નથી.
આ પણ વાંચો…ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂને ફૂડ પોઇઝનિંગ થયું, ત્રણ દિવસ વર્ક ફ્રોમ હોમ કરશે