ઇન્ટરનેશનલનેશનલ

હમાસ વિરુદ્ધ નિર્ણાયક સંઘર્ષમાં વ્યસ્ત ઇઝરાયલ

નવી દિલ્હીઃ ઇઝરાયલ-હમાસ યુદ્ધ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયું છે. તેમના યુદ્ધનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. હવે ઇઝરાયલી સૈન્ય દળો ગાઝા પટ્ટી પર જમીન પર હુમલો કરી રહ્યા છે. ઇઝરાયલ હવે નિર્ણાયક યુદ્ધમાં વ્યસ્ત છે. અગાઉ તેણે હમાસની કમર તોડી નાંખી છે. હમાસના મોટાભાગના કમાન્ડર માર્યા ગયા છે.

ઇઝરાયલના હુમલામાં ગાઝાની મોટા ભાગની ઇમારતો ધ્વસ્ત થઇ ગઇ છે. જોકે, ઇઝરાયલ માટે ગ્રાઉન્ડ ઑપરેશન એટલું સરળ નથી, કારણ કે તેને ખબર નથી કે દુશ્મન ક્યાં છુપાયો છે. તેને અંધારામાં જ તીર તાકવાનું છે, જેમાં તેને નુક્સાન થવાનો ભય છે. હમાસના લડવૈયાઓ ઈઝરાયલી સેના પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. લડવૈયાઓ ટેન્ક વિરોધી હથિયારોથી સજ્જ છે. હમાસના લડવૈયાઓની સંખ્યા 40 થી 50 હજાર છે. જ્યારે ઈઝરાયેલની સેના દરેક ઘરની તલાશી લેશે ત્યારે વધુ ખતરો હોઈ શકે છે. છુપાયેલા હમાસ લડવૈયાઓ તેમને નુકસાન પહોંચાડી શકે છે.

ઇઝરાયલની સેના માટે હમાસના વિસ્ફોટકો અને લેન્ડ માઇનનો સામનો કરવો સરળ નથી. એ ઉપરાંત બંધકોને સુરક્ષિત રીતે છોડાવવાનો પણ મોટો પડકાર છે. ઇઝરાયલનો હેતુ હમાસને ખતમ કરવાનો છે, પણ ગાઝા પરના હુમલામાં મહિલાઓ અને બાળકો મરી રહ્યા હોવાથી વિશ્વભરમાં તેમની ટીકા થઇ રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress