ઇઝરાયલે ગાઝામાં 13 પરમાણુ બોમ્બની અસર જેટલા વિસ્ફોટકો ફેંક્યા, કાટમાળ દુર કરવામાં 15 વર્ષ લાગશે

ઇઝરાયલે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ગાઝામાં વેરેલો વિનાશ અકલ્પનીય છે. જેમાં મળતી માહિતી મુજબ
ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં લગભગ 2,00,000 ટન વિસ્ફોટકો ફેંક્યા હતા. આ ગનપાઉડર 13 પરમાણુ બોમ્બની અસર જેટલો છે. જયારે ગાઝામાં બિન સત્તાવાર રીતે 1 લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે આ કાટમાળ દુર કરવામાં અંદાજે 15 વર્ષનો સમય લાગી શકે છે.
હુમલામાં 105,800 થી વધુ ઇમારતો સંપૂર્ણપણે નાશ
આ અંગે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)ના ઓક્ટોબર 2025 ના અહેવાલના ગાઝાના પુનર્નિર્માણ સૂચકાંક જાહેર કરવામાં આવ્યો છે. આ હુમલામાં 105,800 થી વધુ ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી છે. જયારે દર દસમાંથી આઠ ઇમારતો ખંડેર છે. જયારે 90 ટકા લોકોના ઘરો રહેવા યોગ્ય નથી.
કાટમાળ દૂર કરવામાં 12 થી 15 વર્ષ લાગશે
તેમજ 95 ટકાથી વધુ બહુમાળી ઇમારતો જમીનદોસ્ત થઈ ગઈ છે. જયારે 60 મિલિયન ટનથી વધુ કાટમાળ હવે ગાઝામાં પથરાયેલો છે. આ રકમ સીરિયન યુદ્ધ દરમિયાન અલેપ્પો પર થયેલા કુલ વિનાશ કરતાં ત્રણ ગણી છે. કાટમાળ દૂર કરવાનો અંદાજિત ખર્ચ આશરે રૂ. 2 લાખ કરોડ છે. જે પેલેસ્ટિનિયનની જીડીપી કરતાં ચાર ગણો છે. જયારે એન્જિનિયરિંગ કાઉન્સિલનો અંદાજ છે કે ફક્ત કાટમાળ દૂર કરવામાં 12 થી 15 વર્ષ લાગશે.
આશરે 1,52,000 લોકો માર્યા ગયા
જયારે WHO અને UNRWA ના સંકલિત અહેવાલો અનુસાર ઓક્ટોબર 2025 સુધીમાં ગાઝામાં આશરે 1,52,000 લોકો માર્યા ગયા છે. જયારે ઘાયલોની સંખ્યા 3,72,000 થી વધુ છે. જેમાંથી 60 ટકા થી વધુ મહિલાઓ અને બાળકો છે. મૃતકોમાં 423 આરોગ્ય કર્મચારીઓ, 179 પત્રકારો અને 247 યુએન રાહત કાર્યકરો છે જેઓ તેમની ફરજો બજાવતી વખતે હુમલાનો ભોગ બન્યા હતા.
આપણ વાંચો: ગાઝા શાંતિ સંમેલનમાં મોદી કેમ ન ગયા? ભારતે તક ગુમાવી હોવાની શશી થરૂરની ટિપ્પણી