હમાસના ડ્રોન એટેકથી બચવા માટે ઈઝરાયલે કર્યો આ જુગાડ…
વાત જ્યારે જુગાડની આવે ત્યારે ભારતીયોનો તો એમાં કોઈ જોટો જડે એમ નથી પરંતુ હાલમાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલાં યુદ્ધમાં પણ જુગાડનું જે ઉદાહરણ જોવા મળ્યો હતો અને એના વિશે જ આપણે અહીં વાત કરવાના છીએ.
ઈઝરાયલે આ જુગાડ હમાસ દ્વારા કરવામાં આવતા ડ્રોન હુમલાથી બચવા માટે કર્યો છે અને એને એન્ટી ડ્રોન કેજ કે પછી એન્ટી ડ્રોન ગ્રિલ તરીકે ઓળખવામાં આવે છે. આ ટેન્ક પર સવાર અને મશીન ગન ચલાવી રહેલો જવાન ડ્રોન હુમલાથી બચી જાય છે. જોકે, આ પહેલાં પણ રશિયા યુક્રેન વોર વખતે પણ આ પ્રકારની છત્રી જોવા મળી હતી. નાના-મોટા હુમલા કરવામાં આવે તો તેનાથી ટેન્ક પર સવાર જવાન બચી જાય છે.
ઈઝરાયલ દ્વારા લગાવવામાં આવેલા આ જુગાડને કારણે જવાન કદાચ ઈજાગ્રસ્ત થઈ શકે છે, પણ એને ગંભીર ઈજા નથી થતી. જોકે, વધુ શક્તિશાળી અને ડ્રોન, બોમ્બ અને એન્ટી ટેન્ક મિસાઈલ કે રોકેટથી આ છતરી નથી બચાવી શકતા. આ પહેલાં આ પ્રકારના કેજ રશિયા યુક્રેનના યુદ્ધ વખતે રશિયન ટેન્ક પર જોવા મળ્યા હતા.
કેટલાક લોકો આ જુગાડને કોપ કેજ તરીકે ઓળખે છે અને તે નાના-મોટા ડ્રોન્સ અને ક્વોડકોપ્ટર્સથી બચવામાં મદદરૂપ સાબિત થાય છે એમાં પણ ખાસ કરીને ગ્રેનેડ ફેંકતા ડ્રોન્સ અને આત્મઘાતી ડ્રોન્સથી આ કેમ બચાવ કરે છે. ડ્રોન્સને કારણે યુદ્ધનું સ્વરૂપ બદલાઈ ગયું છે અને મોટા ડ્રોન્સ જેવા કે અમેરિકન રીપર કે તુર્કીનો બેરક્તાર તો મોટા હુમલા કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ ટેન્ક અને જવાન પર હુમલો કરવા માટે સસ્તા ડ્રોન્સ અને ક્વોડકોપ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આ બાબતમાં ઈસ્લામિક સ્ટેટ્સ ખૂબ જ આગળ નીકળી ગયું હતુ અને તે સસ્તા ડ્રોનને તે હવાઈ હથિયારમાં પરિવર્તિત કરી નાખકું હતું. ત્યાર બાદ આ જ ટેક્ટિક યુક્રેનમાં ઉપયોગમાં લેવાઈ. રશિયન ટેન્ક્સ પર હુમલો કરવા માટે ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને હવે આ જ પેટર્ન ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં જોવા મળી રહી છે. હમાસ પોતાના દેસી ડ્રોન્સ દ્વારા ટેન્ક અને જવાન પર હુમલો કરી શકે છે એટલે જ ઈઝરાયલી ટેન્ક્સ પર આ કવચ લગાવવામાં આવી રહ્યા છે.