ઇઝરાયલ હવે યુએસના પગલે! UN ની એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંબંધો તોડ્યા

તેલ અવિવ: તાજેતરમાં યુસસે એક ચોંકાવનનારુ પગલું ભર્યું હતું, યુએસએ સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી ખસી જવાના નિર્ણય લીધો હતો. હવે યુએસનું ગાઢ મિત્ર ઇઝરાયલ પણ તેને અનુસરી રહ્યું છે. ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિડીઓન સા’આરે જણાવ્યું કે ઇઝરાયલ સંયુક્ત રાષ્ટ્રની અનેક એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે તાત્કાલિક તમામ સંપર્કો તોડી રહ્યું છે.
ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિડીઓન સા’આરે આરોપ લગાવ્યા કે આ સંગઠનો પક્ષપાત કરી રહ્યા છે, રાજકારણ રમાઈ રહ્યું છે અને ઇઝરાયલ વિરોધી કર્યો કરવામાં આવી રહ્યા છે.
મંગળવારે X પરની એક પોસ્ટમાં, ઇઝરાયલી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે યુએસએ કરેલી જાહેરાતમાં જે સંગઠના નામ આપવામાં આવ્યા છે, તેની સમીક્ષા કરવામાં આવી છે. આ સંસ્થાઓ સાથે ઇઝરાયલના અનુભવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે વિદેશ પ્રધાન સા’રે અધિકારીઓને તપાસ કરવા સુચના આપી છે. જ્યારે જરૂરી હોય ત્યારે સંબંધિત સરકારી મંત્રાલયો સાથે પરામર્શ કરીને, અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સહયોગ ચાલુ રાખવા સૂચના આપી છે.
આ સંગઠનો સાથે સંબંધો તોડ્યા:
ઈઝરાયેલે જે આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંબંધ તોડ્યા છે, તેમાં ઓફિસ ઓફ સ્પેશિયલ રિપ્રેઝેન્ટેટિવ ઓફ ધ સેક્રેટરી જનરલ ફોર ચિલ્ડ્રન ઇન આર્મ્ડ કોન્ફ્લિક્ટનો સમાવેશ થાય છે. ઇઝરાયલે કહ્યું હતું કે આ સંગઠને 2024 માં ઇઝરાયલી ડિફેન્સ ફોર્સને બ્લેકલિસ્ટ કરી હતી.
ઇઝરાયલે UN WOMEN સંગઠન સાથે પણ સંબંધો તોડી નાખ્યા છે. ઇઝરાયલે આરોપ લગાવ્યો કે આ સંગઠને 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલી મહિલાઓ સામે થયેલી જાતીય હિંસાના તમામ કેસોને ઇરાદાપૂર્વક અવગણ્યા હતા.
આ પણ વાંચો…ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીની અમેરિકા અને ઇઝરાયલને આપી ચેતવણી, કહ્યું હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે



