ઇન્ટરનેશનલ

Israelલે ગાઝામાં મસ્જિદ અને શાળા પર હુમલો કર્યો, 24 લોકોના મોત

તેલ અવિવ: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધની શક્યતા સતત વધી રહી છે, બીજી તરફ ઈઝરાયલની સેના(IDF) પેલેસ્ટાઈન (Palestine) અને લેબનાન (Lebanon) પર સતત હુમલા કરી રહી છે. એવામાં આજે વહેલી સવારે ઇઝરાયલે ગાઝામાં મોટો હુમલો કર્યો હતો. અહેવાલો અનુસાર, ઇઝરાયલે ગાઝાની શાળા અને મસ્જિદને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલામાં 24 લોકોના મોત થયા છે, જ્યારે Israel attacks mosque and school in Gaza, air strike in Beirut લોકો ઘાયલ થયા છે.

ગાઝા સરકારી મીડિયા અનુસાર, ઇઝરાયેલી સેનાએ રવિવારે સવારે ગાઝા પટ્ટીમાં વિસ્થાપિત લોકોને આશ્રય આપતી એક મસ્જિદ અને શાળાને નિશાન બનાવી હતી.

ઇબ્ન રુશદ સ્કૂલ અને દેર અલ-બાલાહમાં શુહાદા અલ-અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે તેણે “હમાસના આતંકવાદીઓ પર ટાર્ગેટેડ હુમલા” કર્યા હતા.

ઇઝરાયેલી સેનાનો દાવો છે કે તે મસ્જિદ હોય કે શાળા, હમાસ ત્યાં કંટ્રોલ સેન્ટર ચલાવે છે. ઇઝરાયેલી સેનાએ એવો પણ દાવો કર્યો કે તેણે પહેલા જ નાગરિકોને અહીંથી ખસી જવાની ચેતવણી આપી હતી.

ગાઝામાં છેલ્લા કેટલાક દિવસોથી ઇઝરાયલના હુમલાઓ તેજ થયા છે. 7 ઓક્ટોબરે ઇઝાયલે ગાઝા પર હુમલો શરુ કર્યાને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે, ઈઝરાયેલ સેનાને આશંકા છે કે આ અવસર પર હમાસ હુમલો કરી શકે છે.

લેબનાનની રાજધાની બેરૂતમાં પણ ઇઝરાયલે 30 હુમલા કર્યા હતાં, ઈઝરાયેલે કહ્યું છે કે હુમલા ચાલુ રાખશે.

ઇઝરાયેલી સેનાએ લોકોને બેરૂતના દક્ષિણી કિનારે શિયા પ્રભુત્વ ધરાવતા ઉપનગર દહિયાહને ખાલી કરવા ચેતવણી આપી હતી. આ પછી ઇઝરાયલે અડધી રાત્રે અહીં બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયેલે હમાસના સભ્યોને પણ નિશાન બનાવ્યા અને ઉત્તરમાં પેલેસ્ટિનિયન શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button