ગાઝા જતી સહાય બોટ મેડલીન પર ઇઝરાયેલનો હુમલો: ગ્રેટા થનબર્ગ સહિત 12 એક્ટિવિસ્ટની ધરપકડ

પેરીસ: ઇઝરાયેલની નાકાબંધીને કારણે ગંભીર માનવીય કટોકટીમાંથી પસાર થઇ રહેલા ગાઝાના લોકો (Humanitarian Crisis in Gaza) માટે માનવતાવાદી સહાય લઇને જઈ રહેલી બ્રિટિશ ધ્વજવાળી સિવિલિયન બોટ મેડલીન બોટ પર ઈઝરાયેલી સેનાએ હુમલો (Israel attack on Madleen) કર્યો છે. ઈઝરાયેલે બોટમાં સવાર ક્લાઈમેટ એક્ટીવીસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) સહિત 12 લોકોને કસ્ટડીમાં લીધા છે.
ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન (FFC) દ્વારા સંચાલિત બોટ મેડલીન ગાઝાના દરિયા કિનારેથી માત્ર ગણતરીના માઈલ્સ દુર હતી. આ બોટમાં ફ્રુટ જ્યુસ, બ્રેડ, દૂધ અને જરૂરી દવાઓ હતી. મોડી રાત્રે ઇઝરાયેલ નેવીના બે જહાજોએ બોટને રોકી હતી. બોટમાં સવાર એક્ટીવીસ્ટને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. FFC દ્વારા એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં એક્ટીવીસ્ટ લાઇફ જેકેટ પહેરેલા અને હાથ ઉપર કરીને બેઠેલા જોવા મળે છે.
ગ્રેટાએ લોકોને અપીલ કરી:
ગ્રેટા થનબર્ગ સહિત અન્ય તમામ એક્ટીવીસ્ટે આંતરરાષ્ટ્રીય મદદ માટે અપીલ કરતો એક પ્રી-રેકોર્ડેડ વિડિઓ શેર કર્યો છે. એક વિડીયો ક્લિપમાં ગ્રેટાએ કહ્યું,”મારું નામ ગ્રેટા થનબર્ગ છે, અને હું સ્વીડનથી છું, જો તમે આ વિડિઓ જોઈએ રહ્યા છો, તો તેનો મતલબ છે કે ઇઝરાયલી ફોર્સે અથવા ઇઝરાયલને ટેકો આપતી ફોર્સે ઇન્ટરનેશનલ વોટરમાંથી અમારી અટકાયત કરી છે અને અમારું અપહરણ કરવામાં આવ્યું છે. હું મારા બધા મિત્રો, પરિવાર અને કોમરેડ્સને વિનંતી કરું છું કે તેઓ સ્વીડિશ સરકાર પર દબાણ લાવે કે મને અને અન્ય લોકોને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરવામાં આવે.”
EU સાંસદની પણ ધરપકડ:
યુરોપિયન સંસદના સભ્ય (MEP) રીમા હસન પણ મેડલીન બોટ પર સવાર હતાં. X પરની કેટલીક પોસ્ટ્સમાં, હસને જણાવ્યું કે ફ્રીડમ ફ્લોટિલાના ક્રૂને ઇઝરાયેલી સેના દ્વારા રાત્રે 2 વાગ્યાની આસપાસ ઇન્ટરનેશનલ વોટરમાંથી ધરપકડ કરવામાં આવી છે.
‘મેડલીન સાથે સંપર્ક તુટ્યો:
FFC એ પુષ્ટિ કરી છે કે ઇઝરાયલી સૈનિકો ગાઝા જતી બોટમાં ચઢી ગયા હતાં. FFCએ ટેલિગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં ક્રૂના સભ્યો બોટની અંદર લાઇફજેકેટ પહેરીને બેઠેલા દેખાય છે અને તેમના હાથ ઉપરછે. જોકે, ફોટામાં ઇઝરાયલી સેનાના સૈનિક દેખાઈ રહ્યા નથી.
FFC એ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું “‘મેડલીન સાથે સંપર્ક તૂટી ગયો છે. ઇઝરાયેલી સેના જહાજમાં ચઢી ગઈ છે, ક્વાડકોપ્ટરે બોટને ઘેરી લીધી છે અને તેના પર સફેદ રંગના પદાર્થનો છંટકાવ કરી રહ્યા છે. સંદેશાવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, અને રેડિયો પર ડિસ્ટર્બિંગ અવાજો વાગી રહ્યા છે.”
આગી ઇઝરાયલે વારંવાર કહ્યું હતું કે કે તે મેડલીનક બોટને ગાઝા પહોંચવા નહીં દે.
આ પણ વાંચો….ગાઝા સુધી સહાય પહોંચડવા 12 એક્ટિવિસ્ટનું સાહસ: ‘મેડલીન’ બોટ પર સૌની નજર, ઇઝરાયેલે આપી ચેતવણી