ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇઝરાયલે લેબનાન પર ફરી હુમલો કર્યો, રોકેટમારામાં 12 થી વધુ લોકોના મોત

તેલ અવિવ: ઇઝરાયલે લેબનાન પર ફરી એક વાર હુમલો (Israel attack on Lebanon) કર્યો છે. ઈઝરાયેલી એરફોર્સે લેબનાનની રાજધાની બેરુત (Beirut) અને તેની આસપાસના વિસ્તારમાં ઘાતક હવાઈ હુમલા કર્યા હતા. ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 12 થી વધુ લોકોના મોત થયા છે. આ હુમલાઓમાં લેબનાનની સૌથી મોટી સાર્વજનિક હોસ્પિટલને ભારે નુકસાન પહોંચ્યું છે. લેબનાના આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ આ હુમલા અંગે માહિતી આપી છે.

| Also Read:

ઇરાન પર પરમાણુ હુમલાની તૈયારીમાં હતું ઇઝરાયલ…

લેબનાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલના હવાઈ હુમલામાં અન્ય 57 લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલામાં દક્ષિણી બૈરુતની બહાર રફીક હરીરી યુનિવર્સિટી હોસ્પિટલની સામેની કેટલીક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.

ઈઝરાયેલની સેનાએ હુમલાની વધુ વિગતો આપ્યા વિના કહ્યું કે તેણે હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કર્યો છે, સેનાએ હોસ્પિટલને નિશાન બનાવી ન હતી.

| Also Read: BRICS Summit: પુતિને એવું શું કહ્યું કે પીએમ મોદી હસી પડ્યા?

હિઝબુલ્લાહે પણ મધ્ય ઇઝરાયેલ પર રોકેટમારો કરીને બદલો લીધો હતો. હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી કોઈ નુકસાન થયું નથી. નોંધનીય છે કે, અમેરિકાના ફોરેન સેક્રેટરી એન્થની બ્લિંકન ગાઝા યુદ્ધવિરામ માટે વાટાઘાટો શરૂ કરવાના ઇઝાર્યલ પહોંચે એ પહેલાં આ હુમલો થયો હતો.

ઈઝરાયેલની સેનાએ કહ્યું કે લેબનાનથી ઈઝરાયેલમાં રોકેટ છોડવામાં આવ્યા હતા અને તેમાંથી મોટાભાગના રોકેટ્સને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા.

| Also Read: પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થશે દ્વિપક્ષીય મુલાકાત, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા…

ગાઝા પર ઇઝરાયેલના હુમલામાં 42,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ઇઝરાયલે ગાઝા વિસ્તારને તબાહ કરી નાખ્યો છે. ગાઝાના 23 લાખ લોકોના લગભગ 90 ટકા લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button