ઇન્ટરનેશનલ

Syria War : સિરીયામાં સત્તા પલટા બાદ ઈઝરાયેલ એકટિવ મોડમાં, હવે નેતન્યાહુ કરી આ મોટી જાહેરાત

તેલ અવીવ : સીરિયામાં (Syria War) ગૃહ યુદ્ધથી સત્તા પલટા બાદ રાષ્ટ્રપતિ બશર અલ અસદને રશિયા ભાગવું પડ્યું છે.તો બીજી તરફ આ તકનો લાભ લઇને ઇઝરાયેલે સીરિયાની સરહદે ગોલાન હાઇટ્સના મોટા વિસ્તાર પર કબજો જમાવી લીધો છે. આ સિવાય ગોલન હાઇટ્સમાં વસ્તી સમીકરણ બદલવાની સંપૂર્ણ તૈયારી છે. રવિવારે ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુની અધ્યક્ષતામાં કેબિનેટે 11 મિલિયનના ડોલરના ફંડને મંજૂરી આપી હતી. આ અંતર્ગત ત્યાં વસાહતોની સ્થાપના કરવામાં આવશે, ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવશે અને સ્ટુડન્ટ વિલેજ પણ બનાવવામાં આવશે. તેના દ્વારા ત્યાં યહૂદીઓની વસ્તી વધારવામાં આવશે જેથી સંતુલન સ્થાપિત કરી શકાય.

નવા નાગરિકોને ત્યાં સ્થાયી કરવામાં આવશે

હાલમાં, ગોલાન હાઇટ્સની વસ્તી 50-50 ટકા યહૂદીઓ અને ડ્રુઝની છે. નેતન્યાહુ કેબિનેટનું કહેવું છે કે આ રકમ શિક્ષણ, રિન્યુએબલ એનર્જી, સ્ટુડન્ટ વિલેજની સ્થાપનામાં ખર્ચવામાં આવશે. આ અંતર્ગત નવા નાગરિકોને ત્યાં સ્થાયી કરવામાં આવશે. તેનાથી વસ્તી સંતુલિત થશે. નેતન્યાહુએ કેબિનેટ બેઠક બાદ કહ્યું કે ગોલાન હાઇટ્સમાં પોતાને મજબૂત બનાવવું એ ઇઝરાયલને મજબૂત કરવાનો એક માર્ગ છે. તેમણે કહ્યું કે આ સમયે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આ એજન્ડા પર આગળ વધવાનું ચાલુ રાખીશું.

આરબ દેશોએ પણ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી

ઈઝરાયેલનું કહેવું છે કે આ યોજના હાલમાં માત્ર તેના નિયંત્રણ હેઠળના વિસ્તાર માટે છે. ઇઝરાયેલે 1967ના પ્રખ્યાત
6 દિવસીય યુદ્ધમાં ગોલાન હાઇટ્સ વિસ્તાર જીત્યો હતો. તેણે સીરિયા સહિત ઘણા આરબ દેશો સામે આ યુદ્ધ એકલા હાથે લડ્યું હતું. તેને 1981માં ઇઝરાયેલ દ્વારા મર્જ કરવામાં આવ્યું હતું. મોટાભાગના આરબ દેશો ઇઝરાયેલના કબજા હેઠળના આ વિસ્તારને મંજૂરી આપતા નથી. પરંતુ યુએસએ તેને 2019 માં ઇઝરાયેલ ક્ષેત્ર તરીકે મંજૂરી આપી હતી. ઈઝરાયેલના આ નવા પગલા પર આરબ દેશોએ પણ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો…Bangladesh ભારત વિરુદ્ધ ચીનની મદદથી રચી રહ્યું છે ષડયંત્ર, ફાઈટર જેટ ખરીદવાની તૈયારી

સીરિયામાં ચાલી રહેલી અસ્થિરતાનો ફાયદો ઉઠાવ્યો

સાઉદી અરેબિયાએ ઈઝરાયેલના આ પગલાને સીરિયા વિરુદ્ધનું ષડયંત્ર ગણાવ્યું છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે સીરિયામાં ચાલી રહેલી અસ્થિરતાનો ફાયદો ઉઠાવવા ઈઝરાયલે આ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે આ ક્ષેત્ર પર કબજો કરવાના ઇઝરાયેલના પ્રયાસમાં આ એક નવું પગલું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button