
કોંગો : ઈસ્લામિક સ્ટેટ સમર્થિત વિદ્રોહીઓએ પૂર્વ કોંગો સ્થિત ચર્ચમાં હુમલો કર્યો છે. આ હુમલામાં 21 લોકો માર્યા ગયા છે. આ હુમલો પૂર્વી કોંગોના કોમાંડા સ્થિત કેથલિક ચર્ચ પર એલાઈડ ડેમોક્રેટિક ફોર્સ (એડીએફ)ના સભ્યો કર્યો છે, જ્યાં અનેક મકાનો અને દુકાનોમાં આગ લગાડવામાં આવી છે.
ત્રણ શબ સળગી ગયેલી હાલતમાં મળી આવ્યા
કોમાંડામાં સિવિલ સોસાયટી કોઓર્ડિનેટર ડીયુડોને દુરાન્થાબોએ જણાવ્યું હતું કે, આ હુમલામાં 21 થી વધુ લોકોને ગોળી મારવામાં આવી છે. તેમજ ત્રણ શબ સળગી ગયેલી હાલતમાં મળી આવ્યા છે. તેમજ અનેક મકાનોમાં આગ લગાવવાની માહિતી પણ પ્રકાશમાં આવી છે. તેમજ હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જયારે કોમંડાના ઈતુરી પ્રાંતમાં કોંગો સેનાના પ્રવક્તાએ 10 લોકોના મોતની પૃષ્ટિ કરી છે.
આ પણ વાંચો: અમેરિકાની ટ્રેવર્સ સિટીમાં હડકંપ: વોલમાર્ટ સ્ટોરમાં અજાણ્યા શખ્સે છરી વડે હુમલો કર્યો, 11 લોકો ઘાયલ
ચર્ચમાં હથિયારધારી લોકોએ અનેક લોકોની હત્યા કરી
આ હુમલા અંગે ઇતુરી ડીઆરસી સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જુલ્સ ન્ગોન્ગોએ જણાવ્યું હતું કે આજે સવારે અમને જાણવા મળ્યું હતું કે કોમાંડાથી થોડે દુર એક ચર્ચમાં હથિયારધારી લોકોએ અનેક લોકોની હત્યા કરી હતી. તેમજ તેની બાદ અનેક દુકાનોમાં આગ લગાવી હતી. આ મહિનાના શરુઆતમાં પણ આ સમુહે ઇતુરીમાં 12 થી વધુ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જેને યુએનના પ્રવક્તાએ એક લોહિયાળ સંઘર્ષ ગણાવ્યો છે.
આ પણ વાંચો: ઇરાનમાં આતંકી હુમલો, આઠ લોકોના મોત
વર્ષ 2019માં તેણે ઇસ્લામિક સ્ટેટ સાથે રહેવાની શપથ લીધી
ઈસ્લામિક સ્ટેટ સાથે જ જોડાયેલા એટીએફ, યુગાન્ડા અને કોંગો વચ્ચે સરહદી ક્ષેત્રમાં એક વિદ્રોહી સમૂહ છે. જેણે સતત નાગરીકો પર હુમલા કર્યા છે. એડીએફની રચના વર્ષ 1990ના દશકના અંતમાં યુગાન્ડાના યોવેરી મુસેવેની સાથે અસંતોષ બાદ અલગ અલગ સમૂહ દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 2002માં યુગાન્ડાની સેનાઓ દ્વારા સૈન્ય હુમલા બાદ તેની ગતિવિધી પડોશી ડીઆરસી એટલે કે કોંગોમાં સ્થળાંતરીત કરવામાં આવી. ત્યારથી આ સંગઠને અનેક નાગરિકોની હત્યા કરી છે. જ્યારે વર્ષ 2019માં તેણે ઇસ્લામિક સ્ટેટ સાથે રહેવાની શપથ લીધી. એડીએફનું નેતુત્વ પૂર્વ આફ્રિકી દેશના એક ઇસ્લામિક સરકારની કલ્પના કરે છે.