ઇન્ટરનેશનલ

…તો ઈરાન યુએસ અને ઈઝરાયલના સ્થળો હુમલા કરશે; ઈરાનનો ટ્રમ્પને જવાબ

તેહરાન: મધ્યપૂર્વમાં ચાલી રહલી આશાંતિની આગમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઘી હોમ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર મિસાઈલ સ્ટ્રાઈક કરવાની ધમકી આપી છે, જેના જવાબમાં ઈરાને પણ વળતી ધમકી આપી છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ચેતવણી આપતા કહ્યું કે જો યુએસ ઈરાન પર હુમલો કરશે તો યુએસ અને ઈઝરાયલના સ્થળોને ટાર્ગેટ બનાવવામાં આવશે, જેના પગલે ઇઝરાયલમ એલર્ટ પર છે.

નોંધનીય છે કે ઈરાનમાં સુપ્રીમ લીડર અલી ખામેનીના ઇસ્લામિક સાશન સામે દેશવાસીઓએ બળવો પોકાર્યો છે, પાટનગર તેહરાન સહીત દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઇ રહ્યા છે. ઈરાની સેના પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરી રહી છે, 2600 કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે. ગોળીબારમાં કેટલાક પ્રદર્શનકારીઓના મોત નીપજ્યા છે. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર ચાલુ રહેશે તો ઈરાન પર હુમલો કરવામાં આવશે.

આ પણ વાંચો : વેનેઝુએલામાં સત્તા મેળવવા નોબેલ વિજેતા મારિયા મચાડો ટ્રમ્પને રિઝવવામાં વ્યસ્ત, કરી મોટી જાહેરાત

યુએસ-ઇઝરાયેલને ઈરાનની ચેતવણી:

ટ્રમ્પને જવાબ આપતા ઈરાનની સંસદના સ્પીકર ગાલિબાફે કહ્યું, “અમેરિકા લશ્કરી હુમલો કરશે, તો ઇઝરાયલ અને યુએસના લશ્કરી અને શિપિંગ કેન્દ્રો અમારા કાયદેસર ટાર્ગેટ હેઠળ હશે.”

ગાલિબાફે કહ્યું, “ઈરાન ફક્ત બદલાના હુમલા માત્ર સ્વ બચાવ માટે જ નહીં હોય. અમે ટ્રમ્પ અને પ્રદેશમાં તેમના સાથીઓને ખોટી ગણતરી ન કરવા ચેતવી રહ્યા છીએ.”

આ પણ વાંચો : ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર અમેરિકી એરસ્ટ્રાઈકનો પ્લાન તૈયારઃ અહેવાલ

ઈરાનની સંસદમાં સત્રમાં અમેરિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં, સાંસદો મંચ પર દોડી આવ્યા હતા અને “ડેથ ટૂ અમેરિકા” ના નારા લગાવ્યા હતાં.

ઇઝરાયલ એલર્ટ પર:

ઈરાનની ચેતવણી બાદ ઈઝરાયલમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએસ સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિયોને ફોન કર્યો હતો. ઈરાન પર યુએસના હુમલાની શક્યતા અંગે ચર્ચા કરી હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button