ઈરાનનું હિંદ મહાસાગરમાં શક્તિ પ્રદર્શન: લશ્કરી કવાયતથી ઈઝરાયલ અને પશ્ચિમી દેશોમાં ફફડાટ | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ઈરાનનું હિંદ મહાસાગરમાં શક્તિ પ્રદર્શન: લશ્કરી કવાયતથી ઈઝરાયલ અને પશ્ચિમી દેશોમાં ફફડાટ

તહેરાન: ઈરાન નિયમિતપણે સૈન્ય અભ્યાસ કરતું રહે છે. તાજેતરમાં ઇરાને ઇઝરાયલ સાથે 12 દિવસનું યુદ્ધ પૂરૂ કર્યું હતું. આ યુદ્ધના અંત પછી હવે તરત ઈરાને પોતાની લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું છે. ઈરાને ‘સસ્ટેનેબલ પાવર 1404’ નામની લશ્કરી કવાયત કરીને અમેરિકા અને ઈઝરાયલને પરોક્ષ રીતે સંદેશ આપ્યો છે.

ઈરાનનો અમેરિકા અને ઈઝરાયલને સંદેશ

12 દિવસ ચાલેલા યુદ્ધમાં ઈઝરાયલે ઈરાનના હવાઈ સંરક્ષણનો નાશ કર્યો હતો અને અમેરિકાએ તેના પરમાણુ ઠેકાણાઓ પર ભારે બોમ્બમારો કર્યો હતો. જોકે તેના થોડા સમય બાદ ઈરાને પોતાની તાકત બતાવી છે. ‘સસ્ટેનેબલ પાવર 1404’ નામની લશ્કરી કવાયત હેઠળ ઈરાની નૌકાદળે ઓમાનના અખાત અને હિંદ મહાસાગરમાં દરિયાઈ ટાર્ગેટ પર ક્રુઝ મિસાઈલ છોડીને ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ કવાયત ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તે તેહરાન તેની લશ્કરી શક્તિનું પ્રદર્શન કરવા માંગે છે.

આ પણ વાંચો: ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે મોટી ચેતવણી, બિન-જરૂરી મુસાફરી ટાળવા આદેશ

ઈરાનના સંરક્ષણ પ્રધાન બ્રિગેડિયર જનરલ અઝીઝ નાસિરઝાદેહે ચેતવણી આપી છે કે, ” દેશે તેના સૈન્ય દળોને નવી મિસાઇલોથી સજ્જ કર્યા છે. અમારા સૈન્ય દળો દુશ્મનનની કોઈપણ દૃષ્ટતાનો અસરકારક જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.”

પરમાણુ કાર્યક્રમ પર વધતો તણાવ

આ લશ્કરી કવાયત ઉપરાંત, ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) સાથેનો સહયોગ પણ સ્થગિત કરી દીધો છે. ઈરાને તાજેતરમાં શસ્ત્રોના સ્તરની નજીક યુરેનિયમનું સંવર્ધન કર્યું છે, જેના કારણે પરમાણુ કાર્યક્રમ પર તણાવ વધુ વધ્યો છે.

ઉલ્લેખનીય છે કે પરમાણુ કરારમાં સામેલ યુરોપિયન દેશો ફ્રાન્સ, જર્મની અને બ્રિટનએ ચેતવણી આપી છે કે જો ઈરાન 31 ઓગસ્ટ સુધીમાં IAEA સાથેના વિવાદનો સંતોષકારક ઉકેલ નહીં લાવે, તો તેઓ તાત્કાલિક તમામ અગાઉ હટાવવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધોને પુનઃસ્થાપિત કરશે. આ કવાયત અને IAEA સાથેના સંબંધોમાં તણાવ ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોમાં નવી કડવાશ લાવી શકે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button