ઇન્ટરનેશનલ

ઈરાનના જાસૂસે જ ઇઝરાયલને આપી હતી નસરાલ્લાહ ઠેકાણાની જાણકારી, અહેવાલમાં દાવો

તેવ અવિવ: ઇઝરાયલની લેબનાનના બેરૂત પર એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહના વડા સૈયદ હસન નસરાલ્લાહ(Sayyed Hassan Nasrallah)નું મૃત્યુ થયું હતું, ઈરાને ઇઝરાયલના આ હુમલાની ટીકા કરી હતી. એવામાં એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે એક ઈરાની જાસૂસે જ ઈઝરાયેલી અધિકારીઓને નસરાલ્લાહના ઠેકાણાની જાણ કરી હતી.

લેબનોનના એક સૂત્રને ટાંકીને એક ફ્રેંચ મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું કે ઈરાની જાસૂસે ઇઝરાયેલી અધિકારીઓને જાણ કરી હતી કે નસરાલ્લાહ સંગઠનના કેટલાક ટોચના સભ્યો સાથેની બેઠકમાં ભાગ લેવા માટે બેરૂતના દક્ષિણી હિઝબોલ્લાહના અન્ડરગ્રાઉન્ડ મથક પર હશે.

ગઈ કાલે લગભગ IST 1.30 વાગ્યાની આસપાસ, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ” હવે વિશ્વને હસન નસરાલ્લાહથી ડરવાની જરૂર નથી.” ત્યાર બાદ હિઝબુલ્લાહે સમાચારની પુષ્ટિ કરતા લખ્યું કે “સૈયદ હસન નસરાલ્લાહ… તેમના મહાન, અમર શહીદ સાથીઓ સાથે જોડાયા છે, તેમણે લગભગ 30 વર્ષ સુધી સંગઠનનું નેતૃત્વ કર્યું.”

તાજેતરના ટેલિવિઝન ભાષણમાં, નસરાલ્લાહે કહ્યું હતું કે ઇઝરાયેલે વિસ્ફોટકથી ભરેલા પેજર અને રેડિયોમાં વિસ્ફોટ કર્યા પછી હિઝબુલ્લાને “અભૂતપૂર્વ ફટકો” સહન કરવો પડ્યો હતો. આ હુમલામાં બે દિવસમાં 37 લોકો માર્યા ગયા અને લગભગ 3,000 લોકો ઘાયલ થયા. ત્યારબાદ નસરાલ્લાહે ઈઝરાયેલને સામે બદલો લેવા અને ઇઝરાયલને સજા આપવાની ચેતવણી આપી હતી.

છેલ્લા કેટલાક મહિનામાં, ઇઝરાયલ હિઝબુલ્લાહ પર મોટા હુમલા કરી રહ્યું છે. 30 જુલાઈના રોજ થયેલી એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહના ટોચના લશ્કરી કમાન્ડરોમાંના એક ફુઆદ શુકર મૃત્યુ પામ્યો હતો. લગભગ ત્રણ અઠવાડિયા પછી, એક સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાહના રદવાન ફોર્સના વડા ઇબ્રાહિમ અકીલ અને અન્ય 15 કમાન્ડર માર્યા ગયા. ત્યાર બાદ હિઝબુલ્લાહના મિસાઈલ યુનિટના વડા મોહમ્મદ કોબેસીને પણ ઇઝરાયલે ઠાર કર્યો હતો.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ