ઈરાન VS ઈઝરાયલ: યુએસને બે દેશે એરબેઝના ઉપયોગ કરવાની કરી મનાઈ
વોશિંગ્ટનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા ઘર્ષણને લઈ વૈશ્વિક સ્તરે વધુ એક યુદ્ધ 48 કલાકમાં થઈ શકે છે. આ અગાઉ અમેરિકાએ ઈરાનને ધમકી પણ આપી ચૂક્યું છે કે જો ઈઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો તો પણ તેનું ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે.
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના ઘર્ષણમાં અમેરિકાની મોટી ભૂમિકા હોવાની શંકાને લઈ મિડલ ઈસ્ટના બે મોટા રાષ્ટ્રોએ અમેરિકાને ઝટકો આપ્યો છે, જેમાં કતાર અને કુવૈતે પોતાના એરબેઝનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે.
મીડિયાના અહેવાલ અનુસાર કતાર અને કુવૈતે અમેરિકાને સ્પષ્ટ રીતે સંકેત આપ્યા છે કે ઈરાન-ઈઝરાયલની વચ્ચે જો યુદ્ધ ઊભી થશે અને અમેરિકા જો ઈઝારયલને મદદ કરશે તો અમારા દેશના એરબેઝનો ઉપયોગ કરવાની કદાપિ મંજૂરી નહીં આપે.
ઈરાન અને અમેરિકા વચ્ચે પહેલેથી દુશ્મનાવટ છે, ત્યારે કતાર અને કુવૈતે અમેરિકાના સૌથી મોટા લશ્કરી થાણા છે, જ્યારે આ દેશોને પણ લાંબા સમયથી સુરક્ષા પણ પૂરી પાડે છે. જોકે, આ બંને દેશ ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ઈચ્છતું નથી તેમ જ ઈરાન સાથે પણ દુશ્મની ઈચ્છતું નથી. બીજી મહત્ત્વની વાત એ છે કે અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શાસન દરમિયાન અમેરિકાએ ઈરાનના સૌથી મોટા આર્મી લીડરની હત્યા કરી હતી.
ઈરાન અને ઈઝરાયલની વચ્ચે યુદ્ધની આશંકાને લઈ અનેક દેશોએ પોતાના નાગરિકોને સુરક્ષાના કારણસર જાગૃત રહેવાની અપીલ કરી છે. ભારત સરકારે પણ પોતાના નાગરિકોને પણ આ દેશમાં ટ્રાવેલ નહીં કરવાની ભલામણ કરી છે.