Iran Vs Israel: ઈરાને મોસાદના હેડ ક્વાર્ટર પર કર્યો હુમલો | મુંબઈ સમાચાર

Iran Vs Israel: ઈરાને મોસાદના હેડ ક્વાર્ટર પર કર્યો હુમલો

તહેરાનઃ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે અનેક દિવસોથી સંઘર્ષ ચાલી રહી રહ્યો છે, જેમાં બંને દેશમાં સેંકડો લોકોએ જીવ ગુમાવવા સાથે જાહેર સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ઈરાને ઈઝરાયલ પર મોટો મિસાઈલ એટેક કર્યો હોવાના અહેવાલ છે, જેમાં ઈઝરાયલની ગુપ્તચર એજન્સીના હેડ ક્વાર્ટરને નિશાન બનાવ્યું છે.

ઇરાને મિસાઈલથી કર્યો હુમલો

તહેરાનના દાવા અનુસાર ઈરાને આ વખતે ઈઝરાયલની ગુપ્તચર એજન્સી અમાન અને મોસાદના મુખ્યાલયને નિશાન બનાવ્યું છે. રિપોર્ટમાં દાવો કર્યો છે કે રવિવારે મધરાતે પહેલા હુમલા પછી ફોલ્સ અલાર્મને કારણે ઈઝરાયલના વિસ્તારોમાં લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો, ત્યાર બાદ આજે સવારે ઈરાને એક મિસાઈલ વેવ લોન્ચ કરી હતી. આ હુમલો ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા વિસ્તારો પર ટાર્ગેટ કર્યો હતો. આજનો હુમલો સૌથી આક્રમક હુમલા પૈકીનો વધુ એક મોટો હુમલો હતો.

આ પણ વાંચો: ઈરાની મિસાઈલો સામે ઈઝરાયલનો આયર્ન ડોમ કેમ નિષ્ફળ?

મોસાદના હેડ ક્વાર્ટર અને યુનિટ 8200નો સફાયો

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર મિસાઈલ હુમલામાં મોસાદના મુખ્યમથક અને યુનિટ 8200ના કેટલાક ગુપ્ત બેકઅપ બેઝને તબાહ કરવામાં આવ્યા છે. યુનિટ 8200 ઈઝરાયલની ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ યુનિટ છે, જ્યાં સાઈબર યુદ્ધ અને ડેટા ઈન્ટેલિજન્સમાં નિષ્ણાત માનવામાં આવે છે.

ઈરાનના હુમલાને ઈઝરાયલે ગૌણ ગણાવ્યા

ઈઝરાયલની મજબૂત સેન્સરશિપ વચ્ચે હાઈફા સ્થિત એક જમ્બો પાવર પ્લાન્ટને નિશાન બનાવ્યો હતો. ઈરાનના તમામ દાવાઓ વચ્ચે ઈઝરાયલ આ હુમલાઓને ગૌણ ગણાવ્યા છે. ઈઝરાયલની સંરક્ષણ સંસ્થાએ આ હુમલાઓને બસ સ્ટેન્ડ અને પાર્કિંગ વિસ્તારમાં થયા હોવાનું કહીને ગૌણ ગણાવ્યા છે. સામે પક્ષે ઈરાનના મીડિયાએ દાવો કર્યો છે કે આ માહિતી ભ્રામક છે, જ્યારે ઈરાનના હુમલા સીધા વ્યૂહાત્મક અને ગુપ્તચર સ્થળોને નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: 10,000 ભારતીય પર ખતરો, રેસ્ક્યૂ ઓપરેશન શરૂ!

ઈઝરાયલના હુમલામાં 220થી વધુ નાગરિકના મોત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સંઘર્ષ શરુ થયો ત્યારથી ઈઝરાયલે ખાસ કરીને તહેરાનના રહેણાંક વિસ્તારો, પરમાણુ સ્થળો પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં સાત ઈરાની લશ્કરી અધિકારી, નવ પરમાણુ વૈજ્ઞાનિક અને 220થી વધુ નાગરિકના મોત થયા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button