ઇન્ટરનેશનલ

ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઓછો કરવાના પ્રયાસો, ઓમાન કરી રહ્યું છે મધ્યસ્થતા

મસ્કતઃ ઓમાનમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ કાર્યક્રમ મુદ્દે અપ્રત્યક્ષ વાટાઘાટો શરૂ થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પના દૂત જેરેડ કુશનર અને ઈરાની વિદેશ પ્રધાન વચ્ચે મધ્યસ્થતા કરવા સજ્જતા બતાવી છે.

ઓમાને જણાવ્યું હતું કે તેણે તેહરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ઈરાન અને અમેરિકા વચ્ અપ્રત્યક્ષ વાટાઘાટોમાં મધ્યસ્થતા કરી હતી. ઓમાનના વિદેશ મંત્રાલયે ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે વિદેશ પ્રધાન બદ્ર અલ-બુસૈદીએ ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને પશ્ચિમ એશિયા માટે અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે અલગથી મુલાકાત કરી હતી.

આપણ વાચો: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના એંધાણ, અમેરિકા નાગરિકોને ઝડપથી ઈરાન છોડવા સલાહ આપી

પોસ્ટમાં જણાવ્યા અનુસાર, “વાટાઘાટો મુખ્યત્વે રાજદ્વારી અને તકનીકી વાટાઘાટો ફરી શરૂ કરવા માટે યોગ્ય પરિસ્થિતિઓ બનાવવા પર કેન્દ્રિત હતી કારણ કે બંને પક્ષો કાયમી સુરક્ષા અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે તેમની સફળતા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે.”

ઈરાન કે અમેરિકન પક્ષ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસના પત્રકારોએ ઓમાનની રાજધાની મસ્કટની બહારના એક ઈન્ટરનેશનલ એરપોર્ટની પાસે ઈરાની અધિકારીઓને જોયા હતા. થોડા સમય પછી કાફલો ઈરાની અધિકારીઓને તેમને હોટેલમાં લઈ જવા રવાના થયો હતો.

ઈરાની રાજ્ય મીડિયાએ સ્વીકાર્યું કે વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી તેમના ઓમાની સમકક્ષ બદ્ર અલ-બુસૈદી સાથે મળ્યા હતા.ઈરાની વાહનો ગયા પછી જ બીજો કાફલો જેમાં અમેરિકન ધ્વજ લહેરાતી હોય તેવો પરિસરમાં દાખલ થયો હતો અને લગભગ દોઢ કલાક રોકાયો હતો.

આપણ વાચો: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો, ઇરાને અમેરિકન યુદ્ધ જહાજો પાસે યુદ્ધ અભ્યાસની જાહેરાત કરી…

બાદમાં ઓમાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે અલ-બુસૈદીએ અલગથી અરાઘચી સાથે મુલાકાત કરી હતી અને પછી અમેરિકાના મિડલ ઈસ્ટના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર સાથે પણ અલગથી મુલાકાત કરી હતી.

ઓમાને કહ્યું કે ” સુરક્ષા અને સ્થિરતા પ્રાપ્ત કરવામાં પક્ષકારોની સફળતા સુનિશ્ચિત કરવાના દૃઢ નિશ્ચયને ધ્યાનમાં રાખીને આ વાટાઘાટોના મહત્વને સુનિશ્ચિત કરીને રાજદ્વારી અને તકનીકી વાટાઘાટો ફરી શરૂ કરવા માટે યોગ્ય પરિસ્થિતિઓ તૈયાર કરવા પર પરામર્શ કેન્દ્રિત હતો” હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે વાતચીત સમાપ્ત થઈ છે કે નહીં. જોકે અમેરિકાના અધિકારીઓ બહાર નીકળ્યા પછી ઓમાનના અધિકારીઓ પણ મહેલમાંથી બહાર નીકળી ગયા હતા.

જૂનમાં ઇઝરાયલ દ્વારા ઇરાન સામે 12 દિવસના યુદ્ધની શરૂઆત બાદ બંન્ને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. તે યુદ્ધ દરમિયાન અમેરિકાએ ઈરાની પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યો હતો.

ઇઝરાયલના હુમલાઓએ ઈરાનના હવાઈ સંરક્ષણને બરબાદ કરી દીધા હતા અને તેના બેલિસ્ટિક મિસાઇલ ભંડારને પણ નિશાન બનાવ્યો હતો. 2025માં ઈરાન અને અમેરિકા વચ્ચેની અગાઉની વાટાઘાટોમાં ઓમાન દ્વારા આ જ મહેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button