ઈરાન સામે અમેરિકાની યુદ્ધની તૈયારી? મિડલ ઈસ્ટમાં દુનિયાનું સૌથી શક્તિશાળી નૌકાદળ તૈનાત…

તહેરાન/ન્યૂ યોર્કઃ ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ મિડલ ઈસ્ટમાં સૈન્ય તૈયારીઓ ઝડપી કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દક્ષિણ ચીન સમુદ્રમાં તૈનાત USS અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને ઈરાનની નજીક મોકલવામાં આવ્યું છે. આ સ્ટ્રાઈક ગ્રુપમાં નૌકાઓ અને ઓછામાં ઓછી એક ન્યુક્લિયર સબમરીન પણ સામેલ છે, જે યુએસ સેન્ટ્રલ કમાન્ડ વિસ્તારમાં તૈનાત થશે. ઈરાનની વર્તમાન સ્થિતિને ધ્યાને રાખતા જે રીતે અમેરિકાની હરકત છે તે યુદ્ધના સંકેત હોઈ શકે છે, કારણ કે ઈરાન અત્યારે ભડકે બળી રહ્યું છે, જેના અમેરિકા લાભ લેવા માંગે છે.
ઈરાનમાં બગડેલી સ્થિતિનો અમેરિકા લાભ ઉઠાવશે?
ઈરાનમાં મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકડામણ સામે થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને 18 દિવસ પૂર્ણ થઈ રહ્યાં છે. છતાં પણ વિરોધ પૂર્ણ થયો નથી, હિંસા પણ વધી રહી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈરાનના 187 શહેરોમાં 600થી પ્રદર્શન થયાં છે. કુલ 18,000 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 2,600થી પણ વધુ લોકોના મોત પણ થયાં છે. આવી સ્થિતિમાં અમેરિકા તહેરાન પર દબાણ વધારી રહ્યું છે. એટલું જ નહીં, પરંતુ ટ્રમ્પે પ્રદર્શકારીઓને સંસ્થાઓ કબજે કરવા માટે ભડકાવ્યાં છે અને મદદ મોકલવાનું આશ્વાસન પણ આવ્યું હતું.

USS અબ્રાહમ લિંકન કેટલું શક્તિશાળી છે?
અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે USS અબ્રાહમ લિંકન એ પરમાણુ શક્તિ દ્વારા સંચાલિત સૌથી વિનાશક યુએસ એરક્રાફ્ટ કેરિયર્સમાંનું એક છે. તેને વિશ્વનું સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ કેરિયર માનવામાં આવે છે. તેમાં સંપૂર્ણ એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ છે, જેમાં ગાઈડેડ મિસાઈલ ક્રુઝર, ડિસ્ટ્રોયર, સબમરીન અને સપ્લાય જહાજોનો સમાવેશ થાય છે.
USS અબ્રાહમ લિંકન વિશ્વના સૌથી મોટા યુદ્ધ જહાજોમાંનું એક છે અને વિવિધ વૈશ્વિક મિશનમાં યુએસ નેવીની ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે. એટલું જ નહીં પરંતુ તે F/A-18 સુપર હોર્નેટ ફાઇટર એરક્રાફ્ટ, F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ, EA-18G ગ્રોલર ઇલેક્ટ્રોનિક વોરફેર એરક્રાફ્ટ, E-2D હોકઆઈ સર્વેલન્સ એરક્રાફ્ટ અને MH-60 સીહોક હેલિકોપ્ટર ઉડી શકે છે. અમેરિકા અત્યારે યુદ્ધ માટે તૈયારી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, જે ઈરાન માટે ચિંતાનો વિષય બની શકે છે.
આ પણ વાંચો…ઈરાનનું એરસ્પેસ બંધ થયું: ભારતીય એરલાઈન્સની અનેક ફ્લાઈટ્સ રદ, મુસાફરો માટે એડવાઈઝરી જાહેર
મિડલ ઈસ્ટમાં અમેરિકા હાઈ એલર્ટ પર
ઈરાનમાં તણાવ વધી રહ્યો છે, તેવી સ્થિતિમાં મિડલ ઈસ્ટમાં અમેરિકાન બેઝ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. કતારમાં અલ-ઉદેદ એર બેઝ, જે મિડલ ઇસ્ટમાં સૌથી મોટું યુએસ લશ્કરી મથક છે, તેના કેટલાક કર્મચારીઓને સાવચેતી રૂપે ખાલી કરવાની સલાહ પણ આપવામાં આવી છે. સાઉદી અરેબિયામાં યુએસ દૂતાવાસે તેના કર્મચારીઓને બિન-આવશ્યક મુસાફરી ટાળવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.



