ઇન્ટરનેશનલ

Iran Vs Isreal: ઈરાને ઈઝરાયલના નેતાઓનું ‘હિટ લિસ્ટ’ બનાવ્યુંઃ 11 નેતામાં નેતન્યાહુ મોખરે…

તેલ અવીવઃ ઈરાને ઈઝરાયલના નેતાઓનું ‘હિટ લિસ્ટ’ બનાવ્યું છે. આ યાદીમાં ઈઝરાયેલના ૧૧ નેતાઓના નામ સામેલ છે અને તેમાં સૌથી ઉપર ઈરાનના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુનું નામ છે. ઈરાને ઈઝરાયલના ‘આતંકવાદીઓ’ની યાદી, એમ લખેલું એક પોસ્ટર બહાર પાડ્યું છે. આ પોસ્ટર ઈરાન સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં સૌથી ઉપર વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની તસવીર છે. તેમના પછી ઈઝરાયેલના રક્ષા મંત્રી અને ત્યારબાદ ચીફ ઓફ જનરલ સ્ટાફના નામ સામેલ છે.

આ પણ વાંચો :Israel Iran War: ઈઝરાયેલે ઈરાનને આપી પરિણામ ભોગવવાની ચેતવણી , UNSC એ ઇમરજન્સી બેઠક બોલાવી

ઈરાન દ્વારા જાહેર કરાયેલા પોસ્ટરમાં વડા પ્રધાન ઉપરાંત સંરક્ષણ મંત્રી અને ચીફ ઓફ જનરલ સ્ટાફ, ઈઝરાયલના વાયુસેનાના કમાન્ડર, નૌકાદળના કમાન્ડર, ગ્રાઉન્ડ ફોર્સના કમાન્ડર, ડેપ્યુટી ચીફ ઓફ જનરલ સ્ટાફ, મિલિટરી ઈન્ટેલિજન્સ હેડ, ઉત્તરી કમાન્ડના વડા, સેન્ટ્રલ કમાન્ડના વડા અને દક્ષિણ કમાન્ડના વડાના નામ ફોટોગ્રાફ્સ સાથે છે. આ પોસ્ટરમાં કુલ ૧૧ લોકોના નામ અને ફોટોગ્રાફ્સ છપાયા છે. ઈરાને આ તમામને ‘આતંકવાદી’ ગણાવ્યા છે.

ઈરાને ઈઝરાયેલ પર મોટા પાયે મિસાઈલ હુમલા કર્યા હતા. આ પછી તેણે આ પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પહેલા ઈઝરાયલે હિઝબુલ્લાહ કમાન્ડરોનું પોસ્ટર બહાર પાડ્યું હતું. હવે આ જ તર્જ પર ઈરાન સરકારે પણ એક પોસ્ટર બહાર પાડ્યું છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે આખી સરકાર, મૃત કે જીવિત… ઈરાની ગુપ્તચર મંત્રાલય દ્વારા વોન્ટેડ છે.

પોસ્ટરમાં ઈરાને જે લોકોને વોન્ટેડ ગણાવ્યા છે તેઓ જ વાસ્તવમાં ઈઝરાયલની અસલી તાકાત છે. ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ અને તેમની મજબૂત ટીમમાં સામેલ આ તમામ લોકો હમાસ અને હિઝબુલ્લાહ બાદ હવે ઈરાન સામે જોરશોરથી લશ્કરી અભિયાન ચલાવી રહ્યા છે. તેની વ્યૂહરચનાઓએ તેના તમામ દુશ્મનોને નિરાશ કર્યા છે, પરંતુ ઈરાન ઈઝરાયેલ પર વધુ જોશથી હુમલો કરી રહ્યું છે.

આ પણ વાંચો :Iranએ ઇઝરાયેલ પર કર્યા મિસાઇલ હુમલા, અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી

મંગળવારે રાત્રે ઈરાને ૧૦૦થી વધુ મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. આ પછી ઈઝરાયલે તેને સમય આવ્યે જવાબ આપવાની ખુલ્લેઆમ ચેતવણી આપી છે. ઈરાને ધમકી આપી છે કે જો ઈઝરાયલ તેના હુમલાનો જવાબ આપશે તો તે વધુ એક હુમલો કરશે. બંને દેશોના તીક્ષ્ણ વલણને જોતા આ યુદ્ધ વધુ વ્યાપક સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button