ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂના દીકરાના લગ્ન મુલતવી!

તેલ અવિવ: ઇઝરાયલે ઈરાન પર એર સ્ટ્રાઈક કરીને મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છેડ્યું છે. હવે બંને દેશો એક બીજા પર રોકેટમારો કરી (Israel-Iran War) રહ્યા છે. ઈરાનના હુમલાને કારણે આજે ઇઝરાયલમાં 10 લોકોના મોત નિપજ્યા હતાં. ઇઝરાયલ પર થઇ રહેલા ઈરાનના હુમલાને ધ્યાન રાખીને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના દીકરા અવનેર નેતન્યાહૂના લગ્ન મુલતવી રાખવામાં (Avner Netanyahu wedding) આવ્યા છે.
અવનેરના લગ્ન અમિત યાર્ડેની સાથે સોમવારે થવાન હતાં. ઇઝરાયલના સ્થાનિક અહેવાલ મીડિયાના અહેવાલ મુજબ વડાપ્રધાન લગ્નની તૈયારીઓને કારણે વિવાદ પણ ઉભો થયો હતો. પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો હતો કે ઇઝરાયેલના નાગરીકો ગાઝામાં બંધક હોવા છતાં નેતન્યાહૂ પરિવાર ઉજવણી કરી રહ્યો છે. કેટલાક સંગઠનોએ તેલ અવીવની ઉત્તરે કિબુત્ઝ યાકુમમાં રોનિટ્સ ફાર્મ ઇવેન્ટ હોલ નજીક પ્રદર્શનોની ચેતવણી આપી હતી.
અહેવાલ મુજબ, લગ્નનું આયોજન કરવા અંગે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ હતી. ઇઝરાયલી પોલીસે સ્થળની 100 મીટરની ત્રિજ્યામાં લોખંડના સળિયા અને કાંટાળા તાર લગાવ્યા હતા.
ઈરાનના હુમલાને ધ્યાનમાં રાખીને ઈઝરાયલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. મિસાઈલ હુમલાના સાયરન સતત વાગી રહ્યા છે, ઘણાં લોકો બોમ્બ શેલ્ટરમાં આશ્રય લઇ રહ્યા છે. ઈઝરાયલી પોલીસે રવિવારે જણાવ્યું હતું કે ઈરાની હુમલામાં લગભગ 10 લોકો માર્યા ગયા છે, 180 ઘાયલ થયા છે અને 7 લોકો ગુમ છે.
આ પણ વાંચો - ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવી હવે ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ રોકીશઃ હવાઈ હુમલા વચ્ચે ટ્રમ્પે કર્યો નવો દાવો
બીજી તરફ નેતન્યાહૂએ ઈરાન પર વધુ મોટા હુમલાની ચીમકી ઉચ્ચારી છે.