‘ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે….’ નેતન્યાહૂએ કર્યો ચોંકાવનારો દાવો...

‘ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા ઈચ્છે છે….’ નેતન્યાહૂએ કર્યો ચોંકાવનારો દાવો…

તેલ અવિવ: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાયું છે, બંને પક્ષે રોકેટ અને ડ્રોન વડે હુમલા કરવામાં આવી (Iran-Israel War) રહ્યા છે. એવામાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu) એ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે દાવો કરતા કહ્યું કે ઈરાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક અમેરિકન ન્યુઝ ચેનલ સાથે વાત કરતા બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું, ઈરાન ટ્રમ્પને મારવા માંગે છે. તેઓ ઈરાનના દુશ્મન નંબર વન છે. તેઓ એક નિર્ણાયક નેતા છે. તેમણે ક્યારેય અન્ય લોકોની જેમ સમાધાનનો માર્ગ અપનાવ્યો નથી. સમાધાનનો માર્ગ નબળો છે, સમાધાનથી ઈરાનને તેમને યુરેનિયમ વધારવાનો માર્ગ મળશે, જેનાથી તે બોમ્બ તૈયાર કરશે.

ટ્રમ્પ ઈરાનના દુશ્મન નંબર વન:
નેતન્યાહૂએ કહ્યું, ‘ટ્રમ્પે નકલી કરારને રદ કર્યો તેણે કાસિમ સુલેમાનીને મારી નાખ્યો. તેણે સ્પષ્ટ કરી દીધું છે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોઈ શકે, જેનો અર્થ છે કે તમે યુરેનિયમને એનરીચમેન્ટ ન કરી શકો. તેમણે ઘણું દબાણ બનાવ્યું છે, જેના કારણે ટ્રમ્પ ઈરાનના દુશ્મન નંબર વન છે.’

ઇઝરાયલના વડાપ્રધાને એવો દાવો કર્યો હતો કે કે તેઓ પણ ઈરાનના નિશાના પર છે. તેમણે ઈરાનના પરમાણુ શસ્ત્રો સામેના યુદ્ધમાં પોતાને ટ્રમ્પના ‘જુનિયર પાર્ટનર’ ગણાવ્યા છે.

ઈઝરાયેલે ઈરાન પર હુમલો કેમ કર્યો?
ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું કે દેશ સીધા પરમાણુ હુમલાનું જોખમ હતું. ઈરાન ટૂંક સમયમાં પરમાણુ બોમ્બ અને 10,000 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો મેળવી શકે છે. નેતન્યાહૂએ કહ્યું કે ઈરાન સામેની લશ્કરી કાર્યવાહી, જેને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપવામાં આવ્યું છે, તે ઇતિહાસની સૌથી મોટી લશ્કરી કાર્યવાહીમાંની એક હતી.

તેમણે કહ્યું, “અમે ફક્ત પોતાનું જ રક્ષણ નથી કરી રહ્યા, પરંતુ વિશ્વને પરમાણુ જોખમથી બચાવી રહ્યા છીએ.”

આપણ વાંચો : ઇરાને ઈઝરાયેલ પર હુમલો કરતાં 10થી વધુ લોકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ચેતવણી…

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button