ઇન્ટરનેશનલ

Iran Attacked Israel: ઈઝરાયેલમાં ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી નાગરિકોને કરી આ અપીલ

સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાન(Iran)ની સેના અધિકારીઓની હત્યાનો બદલો લેવા ઈરાને ઈઝરાયેલ(Israel) હુમલો શરુ કરી દીધો છે. ગઈ કાલે મોડી રાત્રે ઈરાને ઇઝરાયલ પર 20૦થી વધુ ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કર્યો હતો. જેને કારણે મધ્યપૂર્વ વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે એક એડવાઇઝરી જાહેર કરી છે, દુતાવાસે લોકોને શાંત રહેવાની સાથે સાથે સ્થાનિક અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા કહ્યું છે.

દૂતાવાસે કહ્યું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ અને ડાયસ્પોરા સભ્યો બંનેના સંપર્કમાં છે. દૂતાવાસે તેની 24×7 ઈમરજન્સી હેલ્પલાઈન અંગે પણ જાણકારી આપી છે. દુતાવસે ભારતીય નાગરિકોને દૂતાવાસમાં પોતાની નોંધણી કરાવવા વિનંતી કરી હતી. રજીસ્ટ્રેશન ફોર્મમાં પાસપોર્ટ નંબર, નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, વ્યવસાય અને ઈઝરાયેલમાં રહેઠાણનું સ્થળ અન્ય વિગતો વગેરે દાખલ કરવાનું રહેશે.

ALSO READ: ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપ્યા બાદ એર ઈન્ડિયાએ પોતાનો રૂટ બદલ્યો

ઈરાને કારેલા શનિવારે કરેલા હુમલામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, પરંતુ ભવિષ્યમાં ઈરાન વધુ હુમલા કરી શકે છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે ખાતરી આપી હતી કે સૈન્યએ ઇરાન દ્વારા છોડવામાં આવેલા તમામ ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા હતા. દેશ કોઈ પણ સંજોગોમાં જીત મેળવશે.

ઇરાને યુનાઈટેડ નેશન્સ સમક્ષ હુમલાને વખોડવા અને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સને આતંકવાદી સંગઠન જાહેર કરવા ઇઝરાયલની વિનંતી અંગે ઇરાને યુનાઈટેડ નેશન્સ સિક્યોરીટી કાઉન્સિલની આજે બેઠક યોજાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?